મહિસાગર : લુણાવાડા ખાતે કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફંડ અને ગુજરાત રાજ્ય સરકારશ્રી ,પશુપાલન ખાતા ,EMRI GHS દ્વારા સંચાલિત નવીન મોબાઈલ વેટરનરી યુનિટ (ફરતા પશુ દવાખાનાં) ને લીલી ઝંડી આપી પશુઓની સેવામાં લોકર્પિત કર્યું. - At This Time

મહિસાગર : લુણાવાડા ખાતે કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફંડ અને ગુજરાત રાજ્ય સરકારશ્રી ,પશુપાલન ખાતા ,EMRI GHS દ્વારા સંચાલિત નવીન મોબાઈલ વેટરનરી યુનિટ (ફરતા પશુ દવાખાનાં) ને લીલી ઝંડી આપી પશુઓની સેવામાં લોકર્પિત કર્યું.


મહિસાગર : લુણાવાડા ખાતે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર ના હસ્તે સરકાર પુરસ્કૃત ફંડ અને ગુજરાત રાજ્ય સરકારશ્રી ,પશુપાલન ખાતા ,EMRI GHS દ્વારા સંચાલિત નવીન મોબાઈલ વેટરનરી યુનિટ (ફરતા પશુ દવાખાનાં) ને લીલી ઝંડી આપી પશુઓની સેવામાં લોકાર્પણ કરવામાં આવ્યું.

પશુપાલન ક્ષેત્રે પણ ગુજરાત હરહંમેશ અગ્રેસર રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહામૂલા પશુધન માટે પશુપાલકોના ઘર આંગણે નિ:શુલ્ક પશુચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

ગુજરાત સરકારની આ સફળ યોજનાના આધારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા નવી મોબાઈલ વેટરનરી યુનિટની યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ,જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલ,પ્રોબેશનલ આઈ.એ.એસ શ્રી મહેક જૈન,પશુપાલન અધિકારીશ્રી,પશુપાલન વિભાગના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.