GCCI દ્વારા આયોજીત ગૌકુલમ વેબીનાર સિરીઝમાં “કાઉ ટુરીઝમ” પર ડો.લીના ગુપ્તા દ્વારા તા.૨૬-૦૬-૨૦૨૪, બુધવાર ના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે વેબીનારનું આયોજન
GCCI દ્વારા આયોજીત ગૌકુલમ વેબીનાર સિરીઝમાં “કાઉ ટુરીઝમ” પર
ડો.લીના ગુપ્તા દ્વારા તા.૨૬-૦૬-૨૦૨૪, બુધવાર ના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે વેબીનારનું આયોજન
ગૌ કુલમ વેબીનાર સિરીઝ ગૌ જાગૃતિ અને ગૌ ઇકોનોમી દ્વારા સામાજિક-આર્થિક વૃદ્ધિ માટેની તકોને હાઇલાઇટ કરે છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા “કાઉ ટુરીઝમ” વિષયની વધુ સમજણ અને ઉપયોગને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે, ૨૬-૦૬-૨૦૨૪, બુધવાર ના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે ડો. લીના ગુપ્તાના વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
વર્તમાનમાં ડો. લીના ગુપ્તા HABITAT Ecological Trust માં મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે, મધ્ય પ્રદેશ રાજ્યમાં જૈવવિવિધતા બોર્ડમાં ટેકનિકલ નિષ્ણાત કોર કમિટીના સભ્ય તરીકે , વેસ્ટર્ન ઇન્ડિયા ઇકોસિસ્ટમ એસેસમેન્ટમાં મુખ્ય વરિષ્ઠ વૈજ્ઞાનિક, સ્વચ્છ વિકાસ મિકેનિઝમ ફોરમ, ગુજરાત માં ટેકનિકલ નિષ્ણાત, Global Confederation of Cow Based Industries માં “કાઉ ટુરીઝમ” વિષયના ચેરમેન તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે.
આ વેબિનારમાં ગૌ સાંસ્કૃતિક જાળવણી અને જાગૃતિ, આર્થિક તકો, પર્યાવરણીય ટકાઉપણું, શૈક્ષણિક પહેલ, સમુદાયિક સશક્તિકરણ, અર્થે ગૌ શાળા, ગૌધામોને ગૌ પર્યટન સ્થળ તરીકે વિકસાવી આદર્શ અને મોડેલ આત્મનિર્ભર સાંસ્કૃતિક કેન્દ્રો બનાવવા જેવા અનેક વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન ડો.લીના ગુપ્તા દ્વારા આપવામાં આવશે. આ વેબિનારનું સંચાલન શ્રીમતી શતાબ્દી પાંડે દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર વેબીનાર GCCI ના ફેસબુક પેઇજ https://www.facebook.com/OfficialGCCI/ પર લાઈવ નિહાળી શકાશે. વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯, શ્રી પુરીશ કુમાર મો. ૬૩૯૩૩ ૦૩૭૩૮, શ્રી અમિતાભ ભટ્ટનાગર મો. ૯૫૮૧૫ ૫૦૩૩૦ અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.