સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે - At This Time

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે


સાબરકાંઠા ના હિંમતનગર માં પટની સુન્ની વહોરા જમાત કૌમે બાવાહિર ઘ્વારા 80 માં સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 49 દુલ્હા અને 49 દુલ્હનો નિકાહ માટે જોડાયા હતા, પટની સુન્ની વહોરા જમાત કે જે વેપારી કોમ છે, તેઓ તેમના સમાજમાં એકતા અને સંપ થી રહેવા વાળો સમાજ છે, આ સમાજ કેટલાક કડક કાયદાઓ અને નીતિ નિયમોનું પાલન કરવાં બંધાયેલ છે, જેમાં ખોટા રીતિ રિવાજો ખોટા ખર્ચાઓ થી બચવાં પ્રાધાન્ય હોય છે, તેમજ સમાજમાં સામાન્ય ગરીબ માણસ થી કરોડપતિ વ્યક્તિ એકજ મંડપ માં લગ્ન કરવાં ભેગા થાય છે, જેમાં નાના મોટાનો કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી, એકજ સ્ટેજ ઉપર તમામ દુલ્હાઓ ને ભેગા બેસાડી નિકાહ માટે તૈયારીઓ કરવામાં આવે છે, શનિવારે સવારે 9:30 એ યોજાયેલ આ લગ્નોત્સવ માં 5 દુલ્હાઓ વચ્ચે એક મોલાના નિકાહ નામું લઇ દુલ્હાઓ ને નિકાહ પઢાવે છે તેમજ સ્ટેજ ઉપર થી નિકાહ ના રીત રિવાજો ની રસમ પુરી કરી દુવા કરવામાં આવે છે, નિકાહ બાદ લગ્નમાં આવેલ મોંઘેરા મેહમાનોનું સમાજ ના આગેવાનો ઘ્વારા સ્વાગત કરવામાં આવે છે, આ લગ્નમાં મુખ્ય મેહમાન એહલે બૈત, સૈયદ જાહિદ બાવા અલ્વી , સૈયદ અર્શદબાવા અલવી સાહેબ,પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, સાવનભાઈ દેસાઈ, સાબરકાંઠા બાર એસોસિએશન પ્રમુખ રાજેન્દ્રસિંહ રાઠોડ, રિટાયર્ડ આઈ.પી.એસ. મકબુલભાઈ અનારવાલા, , કોંગ્રેસ પાર્ટીના આગેવાનો,, પોલીસ અધિકારી, ડોક્ટર્સ તેમજ મેમણ, મન્સૂરી, સૈયદ, મોમીન તેમજ છાપારીયા જમાતના પ્રમુખો એ હાઝર રહી સમૂહ લગ્ન ની શોભા વધારી દીધી હતી,

સમૂહમાં લગ્ન કરવાનાં ફાયદાઓ ના લીધે વહોરા સમાજ ખોટા રિવાજો અને ખોટા ખર્ચાઓ પર નિયંત્રણ મૂકે છે, નિયમ નો ભંગ કરનાર વ્યક્તિ ને 11 હઝાર રૂપિયા થી લઇ 25 હઝાર સુધી ના દંડ ની પ્રક્રિયા જાહેર કરેલી છે, જેથી સમાજમાં કોઈ બદી કે ખોટા ખર્ચ કરતા બચાવી શકાય,

પટની સુન્ની જમાતે સહુથી પહેલા 1974 માં સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફક્ત 4 દુલ્હાઓ જોડાયા હતા ત્યારબાદ ના વર્ષમાં 27 દુલ્હાઓ જોડાયા હતા, આમ શરૂઆત ના 28 વર્ષ દરમિયાન વર્ષમાં 2 વખત સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવતું હતું જેમાં જાન્યુઆરી અને જૂન મહિનો પસંદ કરવામાં આવતો હતો, ત્યારબાદ વર્ષમાં ફક્ત એકજ વખત સમૂહ લગનનું આયોજન કરવાનું નક્કી કરાયું, આના માટે નવેમ્બર માસ અથવા 25 ડિસેમ્બર નાતાલ તહેવારનો છેલ્લો રવિવાર સગવડ પ્રમાણે પસંદ કરી ગોઠવણ કરવામાં આવતી હોય છે, સળંગ 1974 થી હમણાં સુધી 80 મો સમૂહ લગ્નોત્સવ સફળતા પૂર્વક પાર પાડવો એ એક ગ્રેટ એચીવમેન્ટ કહીં શકાય, 80માં સમૂહ લગ્ન ની સફળતાનો શ્રેય વહોરા સમાજના પ્રમુખ જનાબ મોહમ્મદ યુસુફ ચાંદનીવાલા, સેક્રેટરી રફીક અહેમદ વેકર્યા કન્વીનર ઝાફર ભાઈ હરસોલીયા, ખલીલ એહમદ ડોઇ તેમજ હિંમત યુવક મંડળ ની ટીમ અન્ય યંગ છોકરાઓ તેમજ સમાજ ના તમામ નાના મોટા કાર્યકર્તા ઓ ને જાય છે.

આ સમૂહ લગ્ન માં સમૂહ ભોજન નું પણ આયોજન કરવામાં આવેલું હતું જે પ્રથા ઘણા વર્ષો થી બંધ હતી, જેમાં પુરુષો માટે ઝૂમ્મા મસ્જિદ કમ્પાઉન્ડ માં અને સ્ત્રીઓ માટે મદ્રેસા હાઈ સ્કૂલ કમ્પાઉન્ડ માં વ્યવસ્થા રાખવામાં આવી હતી આઠ થી સાડા આઠ હઝાર મહેમાનો ને આયોજન બદ્ધ રીતે કોઈપણ જાતની તકલીફ વગર જમાડવામાં આવ્યું હતું, સારામાં સારા રસોઈયા ને ઓર્ડર આપી સ્વાદિષ્ટ ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં આટલી વિશાળ જન મેદની નો જમાવડો હોય ત્યાં ભોજન ની કૉલિટી અને કોન્ટીટી નું બેલેન્સ કરવું બી મુખ્ય બાબત હોય છે, આ લીઝ્ઝતદાર ભોજન માં એક સ્વીટ, સ્ટાર્ટર, ચાટ, એક નોનવેજ સબ્જી રોટી ચોખા તેમજ મુખવાસ પાણી ની બોટલ સહીત ની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.