જાફરાબાદના બાબરકોટ મુકામે વન્યપ્રાણીના ત્રાસથી હિજરત કરવાની સ્થિતિ
સરપંચ સહિતના ગ્રામજનો એ આપ્યું આવેદનપત્ર વન વિભાગ ઘોર નિંદ્રામાં
જાફરાબાદ ના બાબરકોટ ગામમાં વન્ય પ્રાણીઓના ત્રાસથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે અને ગુજરાત કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ઘર નિંદ્રામાં પોઢેલા વન વિભાગની વિરુદ્ધમાં સરપંચ સહિતના ગ્રામજનો એ પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું
જાણવા મળતી વિગત મુજબ ઘણા સમયથી બાબરકોટ મુકામે સાંજ પડતા ની સાથે વન્ય પ્રાણીઓ સિંહ દીપડા અવારનવાર ગામની અંદર ગામની વિવિધ શેરીઓમાં જોવા મળે છે ક્યારેક ક્યારેક ગામ લોકોના ઘરોમાં ઘૂસી જાય છે તો ક્યારેક મકાનોની છત ઉપર પણ જોવા મળે છે ગામમાં પાલતુ પશુઓ જેવા કે ગાય ભેંસ ઘેટા બકરાના અવાર લવર થાય છે છેલ્લા ત્રણેક દિવસથી અમારા ગામમાં 10 પશુઓના મારણ થયા છે સાત પડકારી સાથે જ વન્ય પ્રાણીઓ ગામમાં આવી જતા ગામ લોકો ભાઈનો માહોલ અનુભવી રહ્યા છે બાળકોમાં ભય ખૂબ વધી રહ્યો છે આખી બાબરકોટ ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે પરંતુ વન વિભાગ દ્વારા કોઈ ઘટતી કાર્યવાહી કરવામાં આવી નથી
બાબરકોટ ની બંને બાજુએ અલ્ટ્રાટેક સિમેન્ટ તેમજ મહાકાય કંપનીઓ આવેલી છે આ કંપનીઓનું માઈન્ડિંગ ખાડો અમારા ગામમાં આવેલી છે બીજી બાજુ સમુદ્ર આવેલો છે પરિણામે ઊંડી ખાણોમાં વન્યપ્રાણીઓ પડી જતા મૃત્યુ પણ થઈ રહ્યા છે વન્ય પ્રાણીઓના જીવને પણ ખતરો છે ત્યારે વન વિભાગ દ્વારા ગાઢ નિંદ્રા માથી જાગી અને ગામજનોના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.