બાલાસિનોર પિક્ચર જોઈને પરત ફરતા છોટા હાથી ટેમ્પોએ બાઇકને અડફેટે લેતાં એક યુવાનનું મોત
બાલાસિનોરના ઘૂંઘલિયાના બે ભાઈઓ બાઇક ઉપર બેસી પિક્ચર જોઈને પરત આવતા હતા. ત્યારે અચાનક રૈયોલી રોડ, કરણપુર દરગાહની સામે એક છોટા હાથી ટેમ્પોના ચાલકે ગફલતભરી રીતે હંકારીને બાઇક આગળ આવી જમણી બાજુ વાળવા હાથનો ઈશારો કે ઇન્ડેક્ટર ન બતાવી એકદમ બ્રેક મારી દેતા સુરેશભાઈનું બાઇક ટેમ્પા સાથે અથડાતા સુરેશભાઇ તેમજ તેમની પાછળ બેઠેલ રોહીતભાઈ રસ્તા પર પટકાયા હતા. જેને લઇને ગંભીર ઇજાઓ થઇ હતી.
અકસ્માતની જાણ થતા આજુબાજુના લોકો ભેગા થઈ જતા એક અજાણ્યા ઇકો ગાડી ચાલકે મદદ માટે તેમની ગાડીમાં સુરેશભાઈ અને રોહિતભાઈને બેસાડી બાલાસિનોર કે.એમ.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. સારવાર દરમિયાન ડોકટરે સુરેશભાઈ વાદી નું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. અને રોહિતભાઈ વાદી ને ગંભીર ઇજાના કારણે વધુ સારવાર માટે ગોધરા હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. ત્યારે બાલાસિનોર પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.