જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પંચમહાલ દ્વારા તારીખ 25/7/2024 થી 27/7/2024 ત્રી દિવસીય ઇન્સ્પાયર એવોર્ડ માનાક માર્ગદર્શન વર્કશોપ યોજાયો - At This Time

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પંચમહાલ દ્વારા તારીખ 25/7/2024 થી 27/7/2024 ત્રી દિવસીય ઇન્સ્પાયર એવોર્ડ માનાક માર્ગદર્શન વર્કશોપ યોજાયો


પંચમહાલ ના તમામ સાત તાલુકામાં કુલ 255 સીઆરસી કોઑડીનેટર, આચાર્ય અને શિક્ષકશ્રીઓ તેમજ દરેક તાલુકાના બીઆરસી કોર્ડીનેટરશ્રીઓ વર્કશોપમાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ ના સિનિયર વ્યાખ્યાતા ઉમેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં ઇન્સ્પાયર એવોર્ડ માનાકના ઇતિહાસ અને INSPIRE અંતર્ગત ત્રણ સ્કીમ વિશે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલના સિનીયર લેક્ચરર શ્રી ઉમેશભાઈ ચૌહાણ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક વિગતે સમજ આપવામાં આવી તથા ઇન્સ્પાયર એવોર્ડ માનક અંતર્ગત બાળકોના રજીસ્ટ્રેશન કરવા અંગેની સંપૂર્ણ સમજ તજજ્ઞશ્રી રાઠોડ નિતેશ ખુમાનસિંહ દ્વારા આપવામાં આવી. ઇન્સ્પાયર એવોર્ડ માનક અંતર્ગત ધોરણ 6 થી ધોરણ 10 માં અભ્યાસ કરતા તમામ બાળકો પોતાનો ઇનોવેટિવ આઇડિયા અપલોડ કરી શકે છે તથા તેઓનો આઈડિયા પસંદગી પામતા પસંદ થયેલ બાળકને સરકારશ્રી દ્વારા રૂપિયા 10,000 આપવામાં આવે છે કે જેના દ્વારા બાળક મોડેલ નિર્માણ કરી શકે આ સ્કીમ નો લાભ જિલ્લાની તમામ શાળાઓ તથા બાળકોને મળી રહે તે માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલના સિનિયર લેક્ચરર શ્રી ઉમેશભાઈ ચૌહાણ દ્વારા તાલુકા દીઠ વર્કશોપ યોજવામાં આવ્યા અને તમામને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું તમામ તાલીમાર્થીઓને ઇન્સ્પાયર એવોર્ડ માનાક યોજના અંતર્ગત સમજ વધુ દ્રઢ બને તે માટે તમામને હાર્ડકોપી અને સોફ્ટ કોપીમાં મોડ્યુલ પણ આપવામાં આવેલું હતું જેનો ઉપયોગ કરી તેઓ પોતાના ક્લસ્ટર લેવલે સમાવિષ્ટ તમામ શાળાઓના શિક્ષકોને માર્ગદર્શિત કરી શકે. આ વર્કશોપ અંગેની પ્રેરણા અને માર્ગદર્શન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રચાર્યશ્રી બી.પી.ગઢવી સાહેબ દ્વારા પૂરા પાડવામાં આવેલ

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.