ટૂંક સમયમાં નવી ગાઇડલાઇન:ઓટીટી પર હવે ગાળાગાળી નહીં ‘બીપ’ સંભળાશે, અશ્લીલ દૃશ્યો ધૂંધળાં થઈ જશે - At This Time

ટૂંક સમયમાં નવી ગાઇડલાઇન:ઓટીટી પર હવે ગાળાગાળી નહીં ‘બીપ’ સંભળાશે, અશ્લીલ દૃશ્યો ધૂંધળાં થઈ જશે


ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ્સ પર દર્શાવાતી ફિલ્મો અને સીરિઝ અંગે માહિતી પ્રસારણ મંત્રાલય નવી માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરશે. તેમાં નગ્નતા, અશ્લીલતા અને ગાળાગાળીનાં દૃશ્યોને વૈકલ્પિક રીતે દર્શાવવા દિશાનિર્દેશ અપાશે. વાંધાજનક લાગતાં દૃશ્ય હવે સ્પષ્ટ નહીં પણ ધૂંધળાં કરીને બતાવવા પડશે. એ જ રીતે ગાળાગાળી કે અશ્લીલ શબ્દોને બદલે બીપ કે શબ્દોમાં ફેરફાર કરીને મૂકવા પડશે. વાંધાજનક શબ્દોને બદલે વૈકલ્પિક શબ્દો મુકાશે
ડાયલોગમાં ગાળાગાળીનું દૃશ્ય ફરજિયાત હોય તો શબ્દો બદલાશે. અંતરંગ સંબંધોનાં દૃશ્યોને કેરિકેચર કે ધૂંધળાં એનિમેશનથી દર્શાવવાના વિકલ્પોને પણ માર્ગદર્શિકાનો ભાગ બનાવાઈ રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે. સૂત્રોના કહેવા પ્રમાણે અશ્લિલ દૃશ્યો માટે વૈકલ્પિક વિઝ્યુઅલની અપેક્ષા રખાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.