લક્ષ્મણ ટાઉનશિપના યુવાને 50 હજારની સામે રૂ।.1 લાખ ચૂકવી દીધા છતાં વ્યાજખોરની ઉઘરાણી
નાનામવામાં જીવરાજ પાર્ક પાસે લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતા રાજેશભાઇ હસમુખભાઇ કોટેચા(ઉ.વ.42)એ લક્ષ્મણ ટાઉનશીપમા રહેતા અજીતસિંહ દિલુભા ચાવડા વિરુદ્ધ મનીલેન્ડ એકટ અને ધમકી અંગેની ફરિયાદ નોંધાવી છે. રાજેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું રીક્ષા ડ્રાઇવીંગ કરી પરીવાર નુ ગુજરાન ચલાવુ છુ અને મારે સંતાનમા બે દિકરા છે.
હું છેલ્લાં ત્રણેક વર્ષથી લક્ષ્મણ ટાઉનશીપમાં રહું છુ અને આ લક્ષ્મણ ટાઉનશીપમા રહેતા અજીતસિંહ ચાવડા સાથે મારે ઓળખાણ થઈ અને હું રીક્ષા ભાડે ચલાવતો હોય મારે મારા ઘરની રીક્ષા લેવી હતી.જેથી 2021 ના ઓકટોબર મહિનામાં અજીતસીંહ વ્યાજે નાણાં આપતા હોય જેથી તેઓ પાસેથી રૂ.50,000 ના 3 ટકા લેખે વ્યાજે લીધેલ હતા.આ મે વ્યાજે લીધેલ રૂપીયા અંગે મે કોઇ લખાણ કરાવ્યું નથી.ત્યાર બાદ આ અજીતસિંહ ફરી ગયો હતો અને તે મારી પાસે થી ડેઇલીના 1,500/- રૂપીયા વ્યાજના લઇ જતા હતા.તેના રૂપિયા 70 દિવસ સુધી એટલે કે આશરે 1 લાખ રૂપીયા વ્યાજ પેટે આપી દીધા હતા.
બાદમાં મારી પાસે સગવડ ન થતા મેં આ અજીતસિંહ ને વ્યાજ ના રૂપીયા આપેલ ન હતા અને મે તેની પાસે થી વ્યાજે લીધેલ રૂ.50,000 ની સામે તેને રૂ.1 લાખ જેટલા આપી દીધા છતાં આ અજીતસિંહ પોતાની મુદલે તથા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી મારા પૈસા નહિ આપે તો હું તને જોઇ લઇશ તેવી ધમકીઓ આપતો હતો અને ગઇ તા.01/09/2022 ના હું મારા ધરે નહતો ત્યારે આ અજીતસિંહ મારા ધરે આવી મારા દિકરા ગૌતમના ફોનમાંથી મને ફોન કરી ધમકી આપેલ હતી.જેની મારા દિકરા એ અગાઉ ફરીયાદ કરેલ છે.આ અજીતસિંહ નાણા ધીરધારનુ લાયસન્સ ન હોય તેમ છતાં ઉંચા વ્યાજે પૈસા આપી પઠાણી ઉધરાણી કરતો હોય ફરિયાદ નોંધાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.