સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે બોટાદ જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા સ્વચ્છતા હી સેવા અન્યવે સફાઈ કરાઈ
બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ પટેલ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી મહામંત્રી જામસંગભાઈ મંત્રી જયરાજભાઇ પટગીર બરવાળા તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઈ ખાચર તેમજ ગામના આગેવાનો તથા ગ્રામજનો દ્વારા સ્વચ્છતા હી સેવા અન્યવે સફાઈ કામગીરી કરવામાં આવી હતી સાળંગપુર ગામે આવેલ વિશ્વ સુપ્રસિધ્ધ કષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિરમાં તેમજ મંદિરની આસપાસ સફાઈ કરી હતી રહેવાસીઓએ તેમના સાથી ગ્રામજનોને નાગરિક જવાબદારીઓ નિભાવવા અને ગામમાં સ્વચ્છતા જાળવવામાં યોગદાન આપવા અપીલ કરી હતી સ્વચ્છતા હી સેવા અભિયાન અન્યવે સ્વચ્છતા નો વ્યાપ ગ્રામ્ય જીવનના વિવિધ પાસાઓ સુધી વિરસ્યો હતો છે તેમજ નાગરિકો જવાબદારીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે ખાસ કરીને ધર્મસ્થાનકો ખાતે સ્વચ્છતા નું અનેરૂ મહત્વ છે દિવસ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ દશને ને પધારતા હોય છે ધાર્મિક સ્થળોની શાંત વાતાવરણ અને પ્રાકૃતિક વાતાવરણ નિયમિતપણે મુલાકાત લેનારાઓ માટે આધ્યાત્મિક અનુભવને વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે ત્યારે ઉડીને આંખે વળગે તેવી સ્વચ્છતા ચોક્કસથી તમામ મુસાફરોને તેમજ યાત્રાઓને આકર્ષે છે ધ્યાન પ્રાર્થના અને ચિંતન માટે અનુકૂળ વાતાવરણ બનાવવા માટે આવી જગ્યાઓની સ્વચ્છતા જરૂરી છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ધાર્મિક સ્થળોએ સફાઈ કરવાનું આહવાન કર્યું છે ત્યારે આપણે સૌ નાગરિકોએ પણ આવા ધાર્મિક સ્થળોની સ્વચ્છતા રાખવા પ્રતિબદ્ધ બનવું જોઈએ તે બોટાદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગોધાણીએ જણાવ્યું હતું.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.