સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ઉજવાઈ રહેલ ભવ્ય શતામૃત મહોત્સવમાં રોજ 1.5 લાખ લોકો લઈ રહ્યા છે ભોજન પ્રસાદ નો લાભ ત્યારે 1000 થી વધુ સ્વયંસેવકો આપી રહ્યા છે રસોડા વિભાગ માં સેવા અને રોજ અલગ અલગ બનાવવામાં આવે છે રસોઈ ત્યારે રસોડામાં સેવા કરવાનો લાભ મળતા સ્વયંસેવકો માં આનંદ જોવા મળી રહ્યો છે. - At This Time

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ઉજવાઈ રહેલ ભવ્ય શતામૃત મહોત્સવમાં રોજ 1.5 લાખ લોકો લઈ રહ્યા છે ભોજન પ્રસાદ નો લાભ ત્યારે 1000 થી વધુ સ્વયંસેવકો આપી રહ્યા છે રસોડા વિભાગ માં સેવા અને રોજ અલગ અલગ બનાવવામાં આવે છે રસોઈ ત્યારે રસોડામાં સેવા કરવાનો લાભ મળતા સ્વયંસેવકો માં આનંદ જોવા મળી રહ્યો છે.


સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હાલ ભવ્ય રીતે 175 માં શતામૃત મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે ત્યારે ખૂબ મોટી સંખ્યા માં હરિ ભક્તો દાદા ના આ ઉત્સવ માં આવી મહોત્સવ નો લાભ લઈ રહ્યા છે ત્યારે મંદિર વિભાગ દ્રારા પણ આવનાર તમામ હરિભક્તો ને ભાવ થી ભોજન મળી રહે તે પ્રમાણે ભવ્ય રસોડા વિભાગ નું આયોજન કરવામાં આવેલ છે. ખૂબ મોટી સંખ્યા માં આવનાર તમામ ભક્તો માટે અલગ અલગ વિભાગો માં અલગ અલગ પ્રકાર ની રસોઈ બને છે. જેના મીઠાઈ વિભાગ,દાળ તેમજ શાક વિભાગ,રોટલી વિભાગ સહિત તમામ અલગ અલગ વિભાગો માં રોજ આશરે બપોરે તેમજ સાંજ ના ભોજન પ્રસાદ માં આશરે 1.5 લાખ લોકો ભોજન પ્રસાદ નો લાભ લઈ રહ્યા છે. રસોઈ વિભાગ આશરે 1 હજાર થી વધુ સ્વયંસેવકો રસોઈ બનાવવાની સેવા આપી રહ્યા છે ત્યારે સેવા કરતા આ તમામ સ્વયંસેવકો માં ખૂબ આનંદ અને ભગવાન પ્રત્યે નો ભાવ જોવા મળે છે અને વહેલી સવાર થી આ સ્વંય સેવકો દ્રારા ખૂબ આનંદ સાથે રસોઈ બનાવવાની સેવા કરતા નજરે પડે છે.ત્યારે હજારો ની સંખ્યા માં ભોજન પ્રસાદ નો લાભ લેતા હરિ ભક્તો ને લઈ શાકભાજી સહિત ચણા નો લોટ હોયવકે રોટલી નો લોટ તેમજ ચોખા સહિત ની તમામ સામગ્રી ઓ ખૂબ મોટા પ્રમાણ માં અહીં જોવા છે. ત્યારે આવનાર તમામ હરિ ભક્તો ને ભાવ સાથે ભોજન મળે તેવું મંદિર વિભાગ દ્રારા ખૂબ સરસ રીતે આયોજન કરેલ છે.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.