આણંદના કાંક્ષિત ભટ્ટીની આંતરરાષ્ટ્રીય સિધ્ધી NCC-YEP માં રશિયા ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરવા પસંદગી - At This Time

આણંદના કાંક્ષિત ભટ્ટીની આંતરરાષ્ટ્રીય સિધ્ધી NCC-YEP માં રશિયા ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરવા પસંદગી


આણંદ શહેરના જીટોડીયા રોડ પર આવેલ આશ્રુતિ ટેનામેન્ટ ખાતે રહેતા, બેસ્ટ કેડેટ ગુજરાત ૨૦૨૨ અને ડાયરેક્ટર જનરલ મેડેલીઓન વિજેતા સીનિયર અંડર ઓફીસર કાંક્ષિત હાર્દિક ભટ્ટી નુ દેશભર ના NCC કેડેટ્સ માંથી વિશ્વની બીજા નંબરની સૈન્યશક્તિ ધરાવતા રાષ્ટ્ર રશિયા ખાતે ઇન્ટનેશનલ યુથ એક્ચેન્જ પ્રોગ્રામમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક પ્રાપ્ત કરી છે. 
     ભારતના તમામ NCC ડાયરેક્ટરેટ માંથી સધન પસંદગી પ્રક્રિયા થકી યુથ એક્ચેન્જ પ્રોગ્રામમાં માત્ર ૧૫૦ NCC કેડેટ્સ માં પસંદ કરવામાં આવે છે. જેમાં આશ્રુતિ ટેનામેન્ટ જીટોડીયા રોડ ખાતે રહેતા, BVM GTU B Tech ના વિધ્યાર્થી તથા NCC 2 CTC compo વલ્લભ વિધ્યાનગર ના SOU કાંક્ષિત ભટ્ટી ની પસંદગી પામ્યા છે. 
      NCC યુથ એક્ચેન્જ પ્રોગ્રામએ ભારતના ૧૧ મિત્ર દેશોમાં ના રશિયા સાથે પરસ્પર સાંસ્ક્રુતિક, આર્થિક, સામાજીક સંબંધો ના વિશેષ પરિચય અર્થે ૯ કેડેટ્સની ટીમ સૌ પ્રથમ દીલ્હી મુકામે પ્રાથમિક તાલીમ પુર્ણ કરી માહે સપ્ટેમ્બર-ઓક્ટોબર માં રશિયા ના સેન્ટ પિટર્સબર્ગ ખાતે ૧૫ દિવસના રોકાણ દરમ્યાન આદાન-પ્રદાન કરશે. 
કાંક્ષિત ભટ્ટીની આણંદ, ગુજરાત રાજ્ય અને દેશને ગૌરાન્વિત કરતી વિશિષ્ઠ સિધ્ધી માટે CVM મેનેજમેન્ટ, BVM પ્રિન્સીપાલ-ફેક્લ્ટીઝ, આશ્રુતિ ના સભ્યો તથા પરિવારે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.