મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા સંદર્ભે પત્રકાર પરિષદ યોજવામાં આવી - At This Time

મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા સંદર્ભે પત્રકાર પરિષદ યોજવામાં આવી


આજ રોજ મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા " ભારત જોડો ન્યાય યાત્રા " સંદર્ભે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી‌.તારીખ 13/01/2024, શનિવારનાં રોજ બપોરે મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી સુરેશભાઈ પટેલ દ્વારા " ભારત જોડો ન્યાય યાત્રા " સંદર્ભે પત્રકાર પરિષદ યોજવામાં આવી. આ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે આ ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરી થી લઈ 20 માર્ચ સુધી માનનીય રાહુલ ગાંધી દ્વારા ચલાવવામાં આવશે જેનું ગુજરાતમાં પણ આગમન થશે આ યાત્રાનો ઉદ્દેશ દેશનાં દરેક નાગરિકોને આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય મળી રહે અને દેશમાં પ્રેમ અને ભાઈચારો બની રહે તેનું ઉલ્લેખ કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેશભાઈ પટેલ, લુણાવાડા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ નાં ઉપપ્રમુખ ઈદરીશભાઈ સુરતી, મહીસાગર જિલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ નાં પ્રમુખ સરફરાજભાઈ પટેલ, મહીસાગર જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચિરાગભાઈ વડવાઈ, મહીસાગર જિલ્લા સોશિયલ મીડિયા કોંગ્રેસના ભાનુભાઈ માછી, નિખીલભાઈ પારેખ, રમણભાઈ સોલંકી, INC મેમ્બર ન‌ઈમભાઈ શેખ અને લુણાવાડા વોર્ડ નં 2 નાં જનમિત્ર મહંમદજાફર‌ અરબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.