સાબરકાંઠા જિલ્લામાં-: ઘર આગળ પાર્ક કરેલું બાઈકને દુધના કેરેટ પર મુકેલા મોબાઈલની ચોરી,બાઈક ડિવાઇડર સાથે અથડાતાને મહિલાને બાઇક ચાલકે અડફેટે લેતા મોત...... - At This Time

સાબરકાંઠા જિલ્લામાં-: ઘર આગળ પાર્ક કરેલું બાઈકને દુધના કેરેટ પર મુકેલા મોબાઈલની ચોરી,બાઈક ડિવાઇડર સાથે અથડાતાને મહિલાને બાઇક ચાલકે અડફેટે લેતા મોત……


સાબરકાંઠા જિલ્લામાં-: ઘર આગળ પાર્ક કરેલું બાઈકને દુધના કેરેટ પર મુકેલા મોબાઈલની ચોરી,બાઈક ડિવાઇડર સાથે અથડાતાને મહિલાને બાઇક ચાલકે અડફેટે લેતા મોત...... ----------------------------------------------------------------------------------------------------------- સાબરકાંઠાના-: તલોદમાં આવેલા જનતા બેંકની બાજુમાં માર્કેટયાર્ડના દરવાજાની સામે આવેલા યાસીન યુસુફભાઈ લુહારના ઘર આગળ 8 માર્ચને હોળી રાત્રીએ હીરો હોન્ડા સ્પ્લેન્ડર રૂ.25 હજારનું આગળના ભાગે પાર્ક કર્યું હતું.સવારે જોતા બાઈક હતું નહીં,જેથી આસપાસ તપાસ કરતા કોઈ ભાળ નહિ મળતા આખરે તલોદ પોલીસ સ્ટેશનમાં યાસીનભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાંતિજ તાલુકાના રામપુર ચાર રસ્તા પાસે આવેલા સાઈ અમુલ પાર્લર 7 માર્ચના રોજ બપોરના 12 વાગ્યાના આસપાસ આરસોડા ગામના યોગેન્દ્રપૂરી સોમપુરી ગોસ્વામી દુધની થેલી લેવા માટે આવ્યા હતા.. દરમિયાન મોબાઈલ ફોન ભૂલથી પાર્લર બહાર દુધના કેરેટ ઉપર મુકેલો હતો.જે મોબાઈલ વીવો-વાય 22 મોડલનો વાદળી કલરનો જેમાં જીયો તથા વીઆઈ કંપનીના કાર્ડ લગાવેલા રૂ.16,500 મોબાઈલ ફોન ચોરી થઇ ગયેલો.જે અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મિતેશપૂરી યોગેન્દ્રપુરી ગોસ્વામીએ ફરિયાદ નોંધાવી છે.હિંમતનગર-શામળાજી હાઇવે રોડ ઉપર આવેલી ગામડી નજીક અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બીલ્યો ગામના રહીશનુ માર્ગ અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું હતું.જે અંગે ગાંભોઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.. હિંમતનગરના ગામડી નજીક 9 માર્ચના રોજ બપોરના એક વાગ્યાના સમયે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બીલ્યો ગામના રહીશ લાલાભાઈ ગલાભાઈ પરમાર હિંમતનગરથી શામળાજી રોડ ઉપરથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા.એ દરમિયાન અચાનક જ બાઈકના સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ગામડી નજીક રોડની ડીવાઈડર સાથે બાઈક અથડાઈ ગયું હતું.બાઈક ડિવાઇડર સાથે અથડાતા બાઈક ચાલક લાલાભાઇ ગલાભાઈ પરમારને શરીરે ગંભીર ઇજાઓ થતાં કરુણ મોત નિપજ્યું હતું.માર્ગ અકસ્માતના આ બનાવ અંગે મૃતકના ભાઈ દ્વારા ગાંભોઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
વિજયનગર તાલુકાના કાણોદર નજીક રસ્તે ચાલતા જતા એક વૃદ્ધ મહિલાને બાઇક ચાલકે અડફેટે લેતા વૃદ્ધ મહિલાનું કરુણ મોત થયું હતું.જે અંગે ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી છે.કાણોદર ગામ નજીક 7 માર્ચના રોજ સવારે 6.30 વાગ્યાના સુમારે અજાણ્યા મોટર સાયકલના ચાલકે પોતાની મોટર સાયકલ રોંગ સાઈડે પુર-ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડની બાજુમાં ચાલતા જતા જીવીબેન ખીમજીભાઇ પાંડોરને પાછળથી ટક્કર મારી શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી હતી. મોત નિપજાવી પોતાની મોટર સાઈકલ સ્થળ ઉપર મુકી નાસી ગયો હતો.માર્ગ અકસ્માતની આ ઘટના અંગે અજીતકુમાર મોહનભાઈ પાંડોરે ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.