વિંછીયા તાલુકાના પીપરડી ગામે પોસ્ટ ઓફિસરની નિમણૂક હોવા છતાં હાજર નહિ : પગારદાર તરીકે માણસ રાખી કામ થતું હોવાનો જાગૃત નાગરીક દિનેશભાઈ પરમારનો દાવો - At This Time

વિંછીયા તાલુકાના પીપરડી ગામે પોસ્ટ ઓફિસરની નિમણૂક હોવા છતાં હાજર નહિ : પગારદાર તરીકે માણસ રાખી કામ થતું હોવાનો જાગૃત નાગરીક દિનેશભાઈ પરમારનો દાવો


વિંછીયા તાલુકાના પીપરડી ગામના દિનેશ ભાઈ પરમાર એક જાગૃત નાગરીક તરીકે પોસ્ટ ઓફિસને લઈને ફરિયાદ કરેલ જેને જણાવેલ કે વિંછીયા તાલુકાના પીપરડી ગામે પોસ્ટ ઓફિસ છે. પણ ગામ લોકોને ખબર નથી કે તે કયા સ્થળ પર છે. પરંતુ કાગળ ઉપર પીપરડી ગામે પોસ્ટ ઓફિસ છે. અને પોસ્ટ ઓફિસ બ્રાન્સ પોસ્ટ માસ્ટર ધવલભાઈ પટેલની નિમણુક થયેલ છે. પરંતુ જયાર થી તેમની નિકણુક થયેલ છે. ત્યારથી નોકરી ઉપર આવતા નથી અને ડમી માણસ રાખીને કામ કરે છે તે છ હજાર રૂપિયા દઈને બીજા માણસને રાખીને કામ કરાવે છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે વિંછીયા તાલુકાના આવા ધણા ગામોમાં આવી રીતે ડમી માણસો કામ ઉપર રાખેલ છે. જેને લઇને જાગૃત નાગરિ દિનેશ ભાઈ પરમારે સુપ્રિટેન્ડ ગોંડલ પોસ્ટ વિભાગમાં લેખિત કરી હતી. અને લેખિતમાં એટ ધીસ ટાઇમ ન્યુઝમાં પણ માહિતી આપી છે આ બાબતે આગળ તંત્ર દ્વારા શું પગલાં લેવાય તે જોવાનું રહ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.