રાજકોટ શહેર અટલ સરોવર ખાતે ડાન્સ પરફોર્મન્સ દ્વારા અપાયો “મતદાતા જાગૃતિ” નો સંદેશ.
રાજકોટ શહેર અટલ સરોવર ખાતે ડાન્સ પરફોર્મન્સ દ્વારા અપાયો “મતદાતા જાગૃતિ” નો સંદેશ.
રાજકોટ શહેર ના રોજ લોકસભા ચુંટણી ૨૦૨૪માં મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરે તે માટે સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ પાર્ટીસિપેશન એન્ડ ઇલેક્ટોરાલ પાર્ટીસિપેશન-SVEEP) અંતર્ગત અવનવી રીતે મતદાતા જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજકોટના નવલા નજરાણા સમાન અટલ સરોવરે ગુજરાત સ્થાપના દિને ૧૦ રાજકોટ સંસદીય મતવિસ્તાર અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ અર્થે ડાન્સ પર્ફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા ડાન્સરોએ કર્ણપ્રીય ગીતો ઉપર ઉર્જાસભર ડાન્સ પરફોર્મન્સ કરીને લોકોને આકર્ષ્યા હતાં. ઉપસ્થિતોને મતદાનની આવશ્યકતા સમજાવીને તમામને અચૂક મતદાન કરવા માટે અપીલ કરી હતી. લોકોને મતદાનના સમય, માન્ય ઓળખપત્રો વગેરેની માહિતી આપવામાં આવી હતી. મતદાતાઓને આકર્ષવા માટે voteforsure સેલ્ફી પોઇન્ટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો.
7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.