સુરત ખાતે કેપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની અમરેલી જીલ્લાની મહાદેવ ઈલેવન - At This Time

સુરત ખાતે કેપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની અમરેલી જીલ્લાની મહાદેવ ઈલેવન


સુરત ખાતે કેપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની અમરેલી જીલ્લાની મહાદેવ ઈલેવન

અમરેલી સુરત ખાતે કેપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની અમરેલી જીલ્લાની મહાદેવ ઈલેવન
કરૂણાનંદ યુવા ક્રિકેટ ટીમ સુરત દ્વારા આયોજીત "કરૂણાનંદ પ્રિમિયર લીગ" (KPL) ડે - નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું તા. ૨૩ અને ૨૪ ડિસેમ્બર - ૨૦૨૩ (શનિવાર - રવિવાર)નાં રોજ સુરત મહાનગર ભાજપના યુવા અગ્રણી સતિષ મૈસુરિયાના વડપણ હેઠળ સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરથી ૧૬ ટીમો તેમજ ૨૦૦ જેટલાં યુવા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આનંદ, ઉત્સાહ અને જોશભર્યા વાતાવરણમાં સમાજના યુવાનોને એક્તા, સંગઠન અને ખેલદિલી શિખવતી આ રમતગમત પ્રવૃત્તિને ખરેખર નિહાળવા જેવી હતી.
આ ટુર્નામેન્ટમાં બ્લેક પેન્થર અમદાવાદ અને મહાદેવ સ્ટ્રાઈકર અમરેલીની ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. તેમાં મહાદેવ સ્ટાઈકર અમરેલીનો ભવ્ય વિજય થયો હતો અને અમરેલી જીલ્લાની ટીમ ચેમ્પિયન બની હતી...
મહાદેવ સ્ટ્રાઈકર અમરેલી કેપ્ટન ગિરીશ સરવૈયાના નેતૃત્વમાં વાઈસ કેપ્ટન જય શેલારે શાનદાર દેખાવ કરી મેન ઓફ ધ સિરીઝ બનેલ, ટીમનાં બધાં ખેલાડીઓએ ઓલ રાઉન્ડ પર્ફોર્મન્સ કર્યું હતું.
સતત બીજાં વર્ષે વિજેતા થયેલ મહાદેવ સ્ટ્રાઈકર અમરેલી ટીમને સાવરકુંડલાના સેવાભાવી સમાજ સેવક અને લાયન્સ કલબના પ્રેસિડેન્ટ કમલ શેલાર, નાઈ સમાજ સેવા ટ્રસ્ટ સાવરકુંડલાના પ્રમુખ બિપીનભાઈ શેલાર, મંત્રી લલિત મૈસુરિયા તેમજ અમરેલીના જાગૃત યુવા અગ્રણી વિપુલ ભટ્ટીએ અભિનંદન પાઠવ્યા છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.