જૂનાગઢ સી ડિવિઝન પોલીસની She Team દ્વારા અરજદાર પીડિત મહિલાને યુવકના ત્રાસમાંથી મુક્ત કરાવી - At This Time

જૂનાગઢ સી ડિવિઝન પોલીસની She Team દ્વારા અરજદાર પીડિત મહિલાને યુવકના ત્રાસમાંથી મુક્ત કરાવી


જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારાતાજેતરમાં શરૂ કરવામાં આવેલ She Team દ્વારા મહિલાઓને મદદ કરી, સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે

જૂનાગઢ શહેરના મધુરમ સોસાયટી વિસ્તારમાં રહેતા અને શિક્ષક તરીકે નોકરી કરતી મહિલા વિણાબેન (નામ બદલાવેલ છે...), પોતાના ભવિષ્યના પતિ અને સગાઈ થયેલ યુવક સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, પોતે શિક્ષિકા તરીકે નોકરી કરતી હોય, પોતાને એક હીરા ઘસતો બીજી જ્ઞાતિના યુવક સાથે ભૂતકાળમાં પ્રેમ સંબંધ હોઈ, પરંતુ હાલમાં પોતાની સગાઈ સાથે આવેલ યુવક સાથે થયેલ હોઈ, યુવતી દ્વારા હવે સંબંધ રાખવા ના પાડતા, પરાણે વાત કરવા મજબૂર હોય, અવાર નવાર પોતે બહાર જતી વખતે રસ્તો રોકી, જબરજસ્તી કરવાં લાગે છે અને યુવક પરણિત હોઈ, બે છોકરાનો બાપ હોઈ, બળજબરી કરી, ભૂતકાળમાં રાખેલ સંબંધ વખતના મોબાઈલમાં ફોટો વિડિયો વાયરલ કરી, સમાજમાં બદનામ કરવાની તથા છરીઓ મારી ઈજા કરવાની તેમજ સગાઈ કરેલ યુવકને પણ માર મારવાની સતત ધમકી આપતા હોય, પોતાની સમાજમાં આબરૂ જવાનો ભય લાગતા, ગળગળા થઈને સગાઈ કરેલ યુવક સાથે રજૂઆત કરવામાં આવેલ હતી

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.જે.ગઢવી, સ્ટાફના હે.કો. નાથાભાઈ, ઇન્દ્રસિહ, કરણસિંહ પો.કો. આઝાદસિંહ, કૈલાશભાઈ તેમજ She Teamના મહિલા એએસઆઈ લીલાવતીબેન, પો.કો. શીતલબેન, અલ્પાબેન, મનીષાબેન, ભાવિકભાઈ, સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે સામાવાળાને શોધી કાઢી, ધમધમાવી, મોબાઈલ ચેક કરી, ગુન્હો નોંધવા કાર્યવાહી કરવા પોલીસની ભાષામાં સમજાવતા, સામાવાળા યુવક અને તેના સંબંધીઓ મોબાઈલમાંથી વાંધાજનક ફોટા મોબાઈલ ફોર્મેટ મારી, કઢાવી દીધા હતા. ઉપરાંત, હવે પછી કોઈ દિવસ આ બાબતે તેને નહીં બોલાવવા કે હેરાન નહિ કરવા ખાતરી આપતા, દીકરી તથા સગાઈ થયેલ યુવક દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદારને હવે પછી તકેદારી તથા સાવચેતી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના જિંદગીના દુઃખના સમયે મદદ મળતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર દ્વારા આનંદ વ્યક્ત કરી, રૂબરૂ મળી, જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાની જિંદગી બગડી જાત, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ She Team સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્રશ્યોસર્જાયા હતા

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી ની સૂચનાથી જૂનાગઢ સી ડિવિઝન પોલીસની She Teamદ્વારા અરજદાર પીડિત મહિલાને યુવકના ત્રાસમાંથી મુક્ત કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છેએ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.