પાલીતાણાનાં હણોલમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો.મનસુખભાઇ માંડવિયાની ઉપસ્થિતિમાં રાત્રિ ગ્રામસભા યોજાઇ
પાલીતાણાનાં હણોલમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો.મનસુખભાઇ માંડવિયાની ઉપસ્થિતિમાં રાત્રિ ગ્રામસભા યોજાઇ
કેન્દ્રીય મંત્રી અને સાંસદ તરીકેનાં નવાં કાર્યકાળમાં પ્રથમવાર ડો. મનસુખભાઇ માંડવિયાનું વતનમાં આગમન
વતન હણોલમાં મંત્રીનું સામૈયા દ્વારા સ્વાગત અને અભિવાદન, વિકાસકાર્યો અંગે ચર્ચા કરાઇ
કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવક સેવા અને સ્પોર્ટ્સ મંત્રી ડો.મનસુખભાઇ માંડવિયાની અધ્યક્ષતામાં પાલિતાણા તાલુકાનાં હણોલ ગામે રાત્રિ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયાનું ગામ લોકોએ સામૈયા દ્વારા અભિવાદન કર્યું હતું, ત્યારે મંત્રીએ આ અવસરે ગામમાં થયેલા વિકાસના કામોની ચર્ચા કરી તેમજ હણોલ ગામ વધુ વિકસિત બને એ અંગે ગામ લોકોને માર્ગદર્શન આપ્યું હતું અને ચર્ચા કરી હતી.
આ ઉપરાંત ગામમાં દીકરા-દીકરીઓ રમત-ગમત ક્ષેત્રે આગળ આવે એ માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ગામમાં મહત્તમ વૃક્ષારોપણ કરવાની પણ અપીલ કરી હતી.
આ સભામાં જિલ્લા કલેકટર આર. કે. મહેતા, મ્યુનિસિપલ કમિશનર એન. વી. ઉપાધ્યાય, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર ડી. એમ. સોલંકી, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, બી.એમ.સી.નાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન રાજુ ભાઈ રાબડીયા, પ્રોબેશનરી આઇ. એ. એસ.અધિકારી આયુષી જૈન સહિતનાં પદાધિકારીઓ, અધિકારીઓ, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
રીપોટર- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.