બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ આઈ મન્સૂરી સાહેબ તેમજ જિલ્લા પોલીસ અને જનડા પ્રાથમિક શાળા ના સંકલન દ્વારા વિદ્યાર્થી ના વાલી બેહનો ને ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંતર્ગત કાયદાકીય શિબિર દ્વારા માર્ગદર્શન અપાયુ - At This Time

બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ આઈ મન્સૂરી સાહેબ તેમજ જિલ્લા પોલીસ અને જનડા પ્રાથમિક શાળા ના સંકલન દ્વારા વિદ્યાર્થી ના વાલી બેહનો ને ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંતર્ગત કાયદાકીય શિબિર દ્વારા માર્ગદર્શન અપાયુ


બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ આઈ મન્સૂરી સાહેબ તેમજ જિલ્લા પોલીસ દ્વારા જનડા પ્રાથમિક શાળા ના આચાર્ય મનુભાઈ ગાબુ સાથે સંકલન મા રહી પ્રાથમિક શાળા ના બાળકો ના વાલી બેહનો સાથે ઘરેલું હિંસા અધિનિયમ 2005 વિષે કાયદાકીય શિબિરનુ આયોજન કરવામાં આવેલ જેમાં શાળા ના આચાર્ય દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવેલ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી ની કચેરી તેમજ જિલ્લા પોલીસ ના સંકલન બાબત એ માર્ગદર્શન આપેલ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રીનાબેન વ્યાસ દ્વારા બેહનો ને ઘરેલું હિંસા અધિનિયમ 2005 અંતર્ગત મળતા લાભો તેમજ ઘરેલું હિંસા થી પીડિત બેહનો ને કઈ રીતે ઉપયોગી થાય તેના વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રિંકલબેન મકવાણા દ્વારા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર વિષે જણાવી બીજા જિલ્લા મા સંકટ સખી એપ્લિકેશન કેશન દ્વારા કઈ રીતે મદદ મેળવી શકાય તેમજ વધતા જતા સોશ્યિલ મીડિયા અંગે વાલી ઓ એ જાગૃત થવા સમજ કરેલ ઉપરાંત સખી વનસ્ટોપ સેન્ટર મા આશ્રય, તાબિબી સહાય, કાઉન્સેલિંગ,કાયદાકીય સહાય અંગે માર્ગદર્શન પુરૂ પાડેલ ત્યારબાર બોટાદ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા કાર્યરત શી ટીમ ના કર્મચારી ગોહિલ સુરપાલભાઈ દ્વારા વિવિધ હેલ્પલાઇન 100,112 તેમજ શી ટીમ ની કામગીરી લોકો ની અવર જવર મા સતત પેટ્રોલિંગ તેમજ શી ટીમ કઈ રીતે ઉપયોગી થાય તેના વિષે સમજ કરવામાં આવેલ વુમન એમ્પાવાર હબ ના સોલંકી હરેશભાઇ દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી ની કચેરી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ મહિલા સ્વાવલંબન, વાહલી દીકરી,વિધવા સહાય વગેરે વિષે માહિતી પુરી પડેલ તયારબાદ પંડ્યા જય ભાઈ દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી તેમજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કાર્યક્રમ મા ઉપસ્થિતિ તમામ બેહનો નો આભાર વ્યક્ત કરેલ.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.