શ્રી વિશા ઓસવાળ જૈન કન્યા વિદ્યાલય ખાતે વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો - At This Time

શ્રી વિશા ઓસવાળ જૈન કન્યા વિદ્યાલય ખાતે વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો


શ્રી વિશા ઓસવાળ જૈન કન્યા છાત્રાલય લાકડિયા સંચાલિત શ્રી વિશા ઓસવાળ જૈન કન્યા વિદ્યાલય ખાતે વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો જે પ્રસંગે દીપ પ્રગટાવીને મહેમાનો નું શાબ્દિક સ્વાગત સાથે કરીને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં સ્વાગત ગીત, ધુમ્મર ડાન્સ, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્પીચ, ગ્રુપ ડાન્સ, નાટક, તલવાર બાજી તેમજ ગરબો રાજસ્થાની નૃત્ય, તેમજ લોક પ્રિય બની રહેલ હેલ્લારો રજુ કરવામાં આવ્યો હતો તેમજ નર્સરી ના બાળકો દ્વારા પણ સારો એવો ડાન્સ કરવા માં આવ્યો હતો જે આવનારા મહેમાન અને લોકો ને ખુશ કરી દીધા હતા
જે કાર્યક્રમ માં ધોરણ 9 થી 12 વિદ્યાર્થિનીઓની ખુબજ અદ્ભુત સફળતા પૂર્વક દર્શાવવામાં આવ્યો હતો જેમાં ભારતીબેન કુમારભાઈ શાહ મંત્રીશ્રી
પ્રમુખ મંજુલાબેન શિવજી છેડા તેમજ અન્ય ટ્રસ્ટી ગણ નુ ખુબજ યોગદાન રહ્યું હતું
જે કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શ્રી વિશા ઓશવાળ જૈન કન્યા વિદ્યાલય લાકડિયા આચાર્ય શ્રી
મયુરસિંહ આર રાજપૂત તેમજ સ્ટાફ ગણ સંદીપભાઇ પટેલ, હેતલબેન પટેલ, નર્મદાબેન ગાંગલ, રીંકલબેન ચૌહાણ, વંદનાબેન ખવાસ ભારે જહેમત ઉઠાવી હતી

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઇમ ન્યુઝ ભચાઉ
મો-9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.