આજે ભારત રત્ન-પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મદિન: સુશાસન દિવસ - At This Time

આજે ભારત રત્ન-પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મદિન: સુશાસન દિવસ


અટલજી પોતાના જન્મદિવસે એમ કહેતાં કે, “હર ૨૫ ડિસેમ્બર જીને કી નઈ સીડીયા ચઢતા હું, નયે મોડ પર ઔરો સે કમ,સ્વયં સે જ્યાદા લડતા હું”

શ્રદ્ધેય અટલજી એટલે.. અજાત શત્રુ, સર્વમાન્ય નેતા, સર્વપ્રિય નેતા પત્રકાર, પ્રખર વકતા, કવિ, લેખક ઉદાર વ્યક્તિત્વ, કર્મઠ વ્યક્તિત્વ, દેશને સમર્પિત  વ્યક્તિત્વ તા.૨૫મી ડિસેમ્બર શ્રી અટલજીનો જન્મદિવસ.

અટલજી પોતાના જન્મદિવસે એમ કહેતાં કે,

હર ૨૫ ડિસેમ્બર જીને કી નઈ સીડીર્યાં ચઢતા હું,

નયે મોડ પર ઔરો સે કમ,સ્વયં સે જ્યાદા લડતા હું,

અટલજીના મૃત્યુ પછીનો બીજો જન્મદિવસ: અટલજી દેહસ્વરૂપે ગયાં. પરંતુ કર્મ અને કવિતા સ્વરૂપે આપણી વચ્ચે કાયમી જીવંત રહેશે. તેમણે પોતાના વ્યક્તિત્વ,કર્તૃત્વ અને નેતૃત્વની સાથે દેશની જનતાના હ્યદયમાં રાજ કર્યું છે.

પ્રારંભીક જીવન:

અટલજીનું જીવન શુભારંભ અને અંત બન્નેમાં કૃષ્ણનો સંયોગ અટલજી કૃષ્ણામાતાની કૂખે જન્મેલાં, કૃષ્ણ બિહારીની પિતૃછાયામાં કૃષ્ણની પ્રાચીન નગરી બટેશ્વરએ મૂળ વતન અને ૧૦-કૃષ્ણમેનન માર્ગ,દિલ્હી ખાતે તેમણે દેહ છોડી દીધો. એટલે કે માતા-પિતામાં કૃષ્ણ અને વતન અને મરણ જીવનની શુભારંભથી અંત સુધી કૃષ્ણ સંગ જ રહ્યો.

પિતાજી કૃષ્ણબિહારી વાજયેપી ગ્વાલિયારમાં અધ્યાપક હતાં ત્યારે એ વખતે શિંદેની છાવણીમાં તા.૨૫મી ડિસેમ્બર ૧૯૨૪નાં રોજ અટલજીનો જન્મ થયો હતો.

રાજનૈતિક જીવન..

મહાવીર રામચંદ્રની અમર કૃતિ વિજય પતાકા ને વાંચીને તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. ગ્વાલીયરમાં,કાનપુરમાં ભણ્યાં. એમ.એ. વિથ પોલીટીકસ કર્યું. આર.એસ.એસ.માં જોડાયા ૧૯૪૨માં ક્વિટ ઇન્ડિયાની જે મહાત્મા ગાંધીજીએ લડાઈ લડી એમાં ૨૪ દિવસ સુધી તેઓ જેલમાં રહ્યાં. ૧૯૫૧માં જનસંઘની સ્થાપના સમયે સદસ્ય રહ્યાં. વર્ષ ૧૯૫૫માં લોકસભા હાર્યા પછી ૧૯૫૭માં ઉત્તરપ્રદેશના બલરામપુર, ગોડા જીલ્લામાં વિજય થયાં. ૧૯૫૭ થી ૧૯૭૭ સુધી સતત ૨૦ વર્ષ એ સંસદીય પક્ષના નેતા રહ્યાં.

પંડિત દિનદયાળજીના અવસાન પછી ૧૯૬૭ થી ૧૯૭૩ સુધીએ જનસંઘના અને ૧૯૮૦ થી ૧૯૮૬ સુધી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહ્યાં.

મોરારજી દેસાઈની સરકારમાં ૧૯૯૭૭માં વિદેશ મંત્રી રહીને ભારતનું માન-સન્માન અને ગૌરવ વધાર્યું હતું.

તા.૧૬ મે, ૧૯૯૬માં પ્રથમવાર દેશના ૧૩ દિવસ માટે અને માર્ચ, ૧૯૯૮માં ૧૩ મહિના તેમજ ઓક્ટો-૧૯૯૯ થી તા.૨૨ મે ૨૦૦૪ સુધી ત્રીજી વાર પાંચ વર્ષ માટે દેશના પ્રધાનમંત્રી બન્યાં હતાં. શ્રી અટલજી લોકસભામાં ૯ (નવ) અને રાજ્યસભામાં ૨ (બે) વાર આમ, કુલ ૧૧ વાર સંસદસભ્ય પદે રહ્યાં છે.

વર્ષ ૧૯૭૪માં નવર્નિમાણ આંદોલન સમયે એમને ગુજરાત આવવાનું થયું અને એ વખતે એરપોર્ટ ઉપર લેખક,ચિંતક એવા પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડયાને એક પત્ર અટલજીએ આપ્યો. પત્રમાં એક લેખ સાથે નાનકડી કવિતા પણ લખી હતી. એ લેખમાં “મુજે મોરારજી દેસાઈ સે મોહબ્બત હો ગઈ એવું ટાઈટલ હતું. તેમાં એક કડી લખી હતી. નજર નીચી,કમર સીધી,ચમકતા રોફ સે ચહેરા, બુરા માનો, ભલા માનો વોહી તેજી,વોહી નખરા

કટોકટી આવ્યાં પછી તો જેલમાં ગયા એમની પાસે પણ સમાધાનની વાત આવી. તો તે વખતે તેમણે પણ કહ્યું કે, “દાવ પર  સબ કૂછ લગા હૈ,  રૂક નહીં સકતે, ટૂટ સકતે હૈમગર હમ ઝૂક નહીં શકતે.

કટોકટી પછી જનતા મોરચાની સરકાર બની. પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ વખતે વિદેશ મંત્રી પણ બન્યાં અને ભારતનું માન-સન્માન ગૌરવ વધાર્યું.

Bharat bhadaniya
9904355753


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon