કાનીયાડ ગામેથી ગેરકાયદેસર હથિયાર(તમંચો)ઝડપી પાડતી એસ.ઓ.જી ટીમ તથા સાયબર ક્રાઇમ પો.સ્ટે.ટીમ બોટાદ - At This Time

કાનીયાડ ગામેથી ગેરકાયદેસર હથિયાર(તમંચો)ઝડપી પાડતી એસ.ઓ.જી ટીમ તથા સાયબર ક્રાઇમ પો.સ્ટે.ટીમ બોટાદ


કાનીયાડ ગામેથી ગેરકાયદેસર હથિયાર(તમંચો)ઝડપી પાડતી એસ.ઓ.જી ટીમ તથા સાયબર ક્રાઇમ પો.સ્ટે.ટીમ બોટાદ

આગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ યોજનાર હોય,અને ચુંટણી શાંતિમય વાતાવરણમાં નિર્ભયતાથી યોજાય તે હેતુ સારૂ જીલ્લામાં શરીર સંબંધી તેમજ મિલ્કત સંબંધિત ગુન્હાઓ અટકાવવા તેમજ આવા ગુન્હાઓમાં પકડાયેલ રીઢા ગુન્હેગારોને ચેક કરવા તેમજ હાલની પ્રવૃત્તિ ઉપર વોચ રાખવા તેમજ ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમોને પકડી તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાઓ જે સુચના અન્વયે આજરોજ તા.૦૨/૦૪/૨૦૨૪ ના રોજ કલાક ૧૩/૦૦ વાગ્યેથી બોટાદ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર એ.જી.સોલંકી તથા એસ.ઓ.જી. સ્ટાફ અને સાયબર કાઇમ પોલીસ સ્ટેશન બોટાદનો સ્ટાફ પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન H.C ભગીરથભાઇ જોરૂભાઇ બોરીચાનાઓને બાતમી મળેલ કે, કાનીયાડ ગામે રહેતા મનુભાઈ બોધાભાઈ બારૈયા નાઓએ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાન પાછળ આવેલ વંડામાં પોપૈયાના ઝાડ નીચે હાથ બનાવટનો દેશી તમંચો દાંટીને છુપાવેલ છે.જે હકીકતને આધારે ઝડતી તપાસ કરતા રહેણાંક મકાને કોઇ હાજર મળી આવેલ નહી અને પંચોને સાથે રાખી ઝડતી તપાસ કરતા વડામાં રહેલ પોપૈયાના ઝાડ નીચેથી અડધા ફુટ અંદર જમીનમાં દાંટીને રાખેલ હાથ બનાવટનો દેશી તમંચો(અગ્નિશસ્ત્ર)મળી આવતા મજકુર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.