વિશ્વાસ જીતી રૃા.૧.૬૬ કરોડનું કાપડ ખરીદ્યુ, પછી રૃા. ૧.૫૨ કરોડ ન ચૂકવ્યા - At This Time

વિશ્વાસ જીતી રૃા.૧.૬૬ કરોડનું કાપડ ખરીદ્યુ, પછી રૃા. ૧.૫૨ કરોડ ન ચૂકવ્યા


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવારઅમદાવાદના કાપડ બજારના વેપારી કિશોર મોહતાનો વિશ્વાસ જીતીને રૃા. ૧.૬૬ કરોડનું કાપડ ખરીદ્યા પછી રૃા. ૧.૫૨ કરોડની ચૂકવણી કરવાનો ઇનકાર કરી દઈને મોટી છેતરપિંડી કરવામાં આવી હોવાની એક ફરિયાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમમાં કરવામાં આવી છે. સાલાબાર ટેક્સ ફેબના વિનય પ્રકાશ અગ્રવાલ અને પ્રકાશ અગ્રવાલે સાથે મળીને આ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. વિનય અગ્રવાલ અને પ્રકાશ અગ્રવાલે કોટન ગ્રે શર્ટિંગ ફેબ્રિક્સની ખરીદી કરી હતી. આ ખરીદી માટે જીએસટી સાથેના બિલ આપ્યા હતા.આ ખરીદી સામે નરોડા નાગરિક કોઓપરેટીવ બેન્કનો ચેક આપ્યો હતા. રૃા. ૩.૪૫ લાખના મૂલ્યનો ચેક રિટર્ન થયો હતો. આ સંદર્ભમાં એસઆઈટી-૨માં ફરિયાદ નોંધાવવામાં આવી તે પછી આરોપી વિનય અગ્રવાલ અને પ્રકાશ અગ્રવાલ નિવેદન લખાવવા માટે હાજર જ થયા નથી. ૯૦ દિવસમાં પેમેન્ટ કરવાની શરતે તેમણે ગ્રે ખરીદ્યું હતું. આ જ રીતે તેમની બીજી કંપનીમાંથી રૃા. ૧.૦૨ કરોડના મૂલ્યનું કોટન ગ્રે મટિરિયલ ખરીદ્યું હતું. તેમાંથી પણ રૃા. ૨૨.૨૨ લાખની ચૂકવણી બાકી રાખી છે. આ સંદર્ભમાં આપેલા રૃા. ૩.૫૦ લાખની આસપાસના મૂલ્યને બે ચેક પણ બૅન્કમાંથી પેમેન્ટ થયા વિના રિટર્ન થયા છે. ગ્રે ફેબ્રિક્સનું મટિરિયલ સપ્લાય કરનાર સાથે છેતરપિંડી કરનાર વિનય અને પ્રકાશ અગ્રવાલે નરોડા નાગરિક સહકારી બૅન્કના ખાતામાં ૧૬ કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન કરેલા છે. તેમને નામે બીજા ફ્રોડની વિગતો પણ બહાર આવે તેવી સંભાવના છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.