460 મ્યુનિ.શાળાના એક લાખ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજનું ચિત્ર દોર્યું
અમદાવાદ,તા.08 ઓગષ્ટ 2022, સોમવારઅમદાવાદ મ્યુનિ.સ્કૂલ બોર્ડ સંચાલિત ૪૬૦ શાળાઓમાં સોમવારે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત તિરંગા થીમ પર શાળા કક્ષાએ ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં એક જ દિવસમાં એક લાખ વિદ્યાર્થીઓએ કાગળ પર રાષ્ટ્રધ્વજ દોર્યો હતો. ઇશનપુર પબ્લિક સ્કૂલ-૨ માં વિદ્યાર્થીઓએ દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિતે ૭૫ સંખ્યાની માનવઆકૃતિ દોરીને ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ અંગે સ્કૂલ બોર્ડના શિક્ષણાધીકારી એલ.ડી.દેસાઇના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાવના જાગે, દેશની આઝાદી અને તેના સાથેે જોડાયેલા સંઘર્ષ વિશે માહિતી મળે તે માટેનો આજે પ્રયાસ કરાયો હતો.સોમવારે ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓએ તિરંગો દોર્યો હતો. શાળાઓમાં બાળકોને રાષ્ટ્રધ્વજ વિશે સમજણ અપાઇ હતી. તેના મહત્વ વિશે માહિતગાર કરાયા હતા. આવતીકાલ તા.૧૦ ઓગષ્ટે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે ભવ્ય તિરંગા યાત્રા નીકાળવામાં આવશે. ટાગોર હોલ ખાતે દેશભક્તિના ગીતોની શહેરકક્ષાએ સ્પર્ધા પણ આયોજીત કરાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.