રાજકોટમાં એરટેલ સ્ટોરના કર્મચારીએ રૂા.2.20 લાખ જમા ન કરાવી છેતરપીંડી આચરી - At This Time

રાજકોટમાં એરટેલ સ્ટોરના કર્મચારીએ રૂા.2.20 લાખ જમા ન કરાવી છેતરપીંડી આચરી


રાજકોટમાં બાલાજી હોલ સામે સનેશ્વર કોમ્પલેક્ષમાં આવેલ એરટેલ ઓફીસમાં કેશનું કામ સાંભળતો જૂનાગઢનો શનિ માંગે નામના શખ્સે એરટેલ સ્ટોરના રૂ.2.20 લાખ સ્ટોરમાં જમા ન કરાવી છેતરપીંડી આચરતાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે રાજકોટમાં રૈયારોડ પર આલાપગ્રીન પાછળ સીટી સેરેનિટીમાં રહેતાં નવીન ઈશ્વરદાસ ચોથવાની (ઉ.વ.38) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે શનિ માંગે (રહે. જૂનાગઢ) નું નામ આપતાં માલવીયાનગર પોલીસે વિશ્વાસઘાતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ એરટેલ કંપનીમાં એરીયા મેનેજર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરે છે. તેઓ સૌરાષ્ટ્ર ઝોનમાં ઓવન્ડ (કંપની આઉટલેટ સ્ટોર) એરટેલ સ્ટોર મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગઇ તા.22/04/2024 ના તેઓ કાલાવડ રોડ ઉપર આવેલ એરટેલ સ્ટોર પર હતાં ત્યારે તેના ઇ-મેઇલ પર મુખ્ય ઓફીસ અમદાવાદ એરટેલ ઓફીસથી મેઇલ આવેલ.
જેમાં જણાવેલ હતુ કે, બાલાજી હોલ સામે સનેશ્વર કોમ્પલેક્ષમાં આવેલ એરટેલ ઓફીસના તા.12/04/2024 થી 21/04/2024 સુધીના કુલ રૂ.2,20,936 જમા થયેલ નથી. તેમજ સાથે બાકીના નીકળતા પૈસાની યાદી સામેલ હતી.
જેથી તેઓએ તે બાબતે બાલાજી હોલ સામે શનેશ્વર કોમ્પલેક્ષમાં 1 માં આવેલ એરટેલ સ્ટોરના મેનેજર શીલ્પા રોશનને ફોન કરેલ અને જણાવેલ કે, તમારા એરટેલ સ્ટોરના તા.12/04/2024 થી તા.21/04/2024 સુધીના પૈસા જમા કરવાના બાકી છે. જેથી તેઓએ જણાવેલ કે, કેશનુ તમામ કામ શની જોવે છે અને જે હાલ હાજર નથી. જેમને હું ફોન કરી પૂછીને કહુ છું. બે કલાક બાદ તેઓને શીલ્પાબેનનો પરત ફોન આવેલ.
જણાવેલ કે, શની ફોન ઉપાડતો નથી અને મેસેજ કે કોલનો જવાબ આપતો નથી. બાદમાં તેઓ સાંજના સાત વાગ્યે એરટેલ સ્ટોર પર ગયેલ અને ઓફીસ ની તપાસ કરેલ અને કેમેરા ચેક કરતા ખબર પડેલ કે, શની માંગે તા.19/04/2024 ના રોજ સાંજના પોણા આઠેક વાગ્યે તમામ કેશ લઈ નીકળી ગયેલ પરંતુ કંપનીના ડિસ્ટ્રીબ્યુટરને જમા કરાવેલ ન હતાં.
બીજા દિવસે તા.20/04 ના શનીએ સાંજના સાત થી આઠ વાગ્યાની વચ્ચે સ્ટોરના કેશ સ્ટોરમાં કામ કરતા હાઉસકિપ2 નબીનભાઇ પાસે તેણે પૈસા જમા કરાવા માટે મંગાવેલ છે અને શની માંગે તા.22/04 ના પોતાની મોટી મા નુ દેહાંત થયેલ હોય જેથી જામનગર જવાનો શિલ્પાબેનને મેસેજ કરી જતો રહેલ હતો. બાદમાં આરોપીને કોલ કરતાં તેને કોલ રીસીવ કરેલ ન હતાં.
જે બાબતે તેઓએ શની માંગેના જુનાગઢ અને રાજકોટ તેના નાનીના ઘરે તપાસ કરતા તેમના ઘરેથી કોઇ જવાબ મળેલ નહીં. બાદમાં જાણ થયેલ કે, એરટેલ સ્ટોરમાં છેલ્લા 8 મહિનાથી કામ કરતો શની માંગે એરટેલ સ્ટોરના રૂ.2,20,936 રૂપીયા લઇ નાસી જઈ વિશ્ર્વાસઘાત કરેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.