મારી જીદંગીમાં તુ નહિ પણ બીજી સ્ત્રી છે કહી પરિણીતાને પતિનો ત્રાસ
રાજકોટ,તા.1
અમીનમાર્ગ પર આવેલ ત્રીસા બંગલોઝમાં રહેતા ધર્મિકાબેન જતીનભાઈ નાથાભાઈ સગપરીયા(પટેલ)એ ફરિયાદમાં પર્ણકુટી સોસાયટી શેરી.4માં શિવાલય મકાનમાં રહેતા પતિ જતીન નાથાભાઈ સગપરીયા,દિયર કૌશલભાઈ,સાસુ ઇલાબેન અને સસરા નાથાભાઈ નાનજીભાઈનું નામ આપતા ત્રાસ અને મારકુટ અંગેની માલવીયાનગરમાં ફરિયાદ નોંધાઈ છે.
ધાર્મીકાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારા દિકરા સાથે બે વર્ષથી માવતરે રહું છું અને ઘરકામ કરૂ છુ અને અમારૂ ગુજરાન ખર્ચ મારા માતા પીતા આપે છે.મારા લગ્ન તા.03/02/2005 ના રોજ જતીનભાઈ નાથાભાઈ સગપરીયા સાથે થયેલા છે. મારા લગ્ન પછી હું મારી સાસરીમાં મારા પિતા તથા સાસુ ઈલાબેન તથા મારા સસરા નાથાભાઈ તથા દિયર કૌશલભાઈ તથા દેરાણી કેયુરીબહેન નાઓની સાથે સંયુક્ત કુટુંબમાં સાથે રહેતી હતી.લગ્ન કરીને હું મારી સાસરીમાં ગયેલ તો મારા પતિ એ મને પ્રથમ દિવસે જ જણાવેલ કે મારી જીદંગીમાં તુ નહિ પણ બીજી સ્ત્રી છે આ તો મારા પરીવારના કહેવાથી મે તારી સાથે લગ્ન કરેલ છે" તેવુ જણાવ્યું હતું.
પરંતુ મારો તેઓના ઘરમાં પહેલો દિવસ હોય જેથી મે આ વાત કોઇને કહેલ નહિ અને મે તેઓને ખુબજ સમજાવવાની કોશીશ પણ કરેલ પરંતુ તે મને ફક્ત એટલુ જ કહેતા કે મને થોડો વિચારવાનો ટાઇમ આપ હું બધુ ભુલીને તારી સાથે સેટ થઇ જઇશ.ત્યારબાદ આ જતીનએ મને જણાવેલ કે તુ મને ગમતી નથી જેથી તુ મને છુટા છેડા આપી દે. પરંતુ તેઓની વાત ગણકારેલ નહિ અને સુધરી જશે તેમ સમજી મારો ધર સંસાર ચાલવતી હતી ત્યારબાદ આ વાત મારા સાંસુ સસરા અને દિયર ને ખબર પડતા તેઓ પણ મારા પતિનુ ઉપરાણુ લઇ મારી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા અને નાની નાની વાતમાં અમારી સાથે ઝધડાઓ કરવા લાગ્યા હતા.
મારા પતિ મને ગાળો બોલતા તેમજ મારઝુડ કરતા અને પિતા વીશે પણ જેમ ફાવે તેમ બોલતા અને મને ધરમાંથી કાઢી મુકવાનુ કહેતા ત્યારબાદ મારા ઘરે દિકરાનો જન્મ થયેલ અને આ વખતે પણ મારા પતી કે મારા સાસુ સસરા કોઈ હરખ બતાવેલ નહી અને કે આજથી પાંચ વર્ષ પહેલા મારા સસરાએ મારા વિરુધ્ધ મહિલા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ જેથી મને ફોન આવતા હુ મહિલા પોલીસ સ્ટેશન ગયેલ અને ત્યાં મારા સસરાએ મને કહેલ કે તમારે મારા ઘરમાં રહેવાનુ નથી.જેથી હું મારા કપડા સાથે પહેલા માધાપર ચોકડી ખાતે એક ફ્લેટમાં રહેવા લાગેલ અને આ સમયે મારા પતિ મારા સસરાના ઘરે જ રહેતા હતા
અને મારા પતિને અન્ય સ્ત્રી સાથી સબંધ હોવાનુ મને જાણવા મળ્યું હતું. જેથી આ બાબતે મે મારા પતિને વાત કરતા મને માર મારીને ઘરમાંથી કાઢી મુકેલ અને હું મારી માતાને ઘરે જતી રહેલ અને ત્યારબાદ મારા માતાએ સમજાવટ કરી મને મારા પતિ સાથે મોકલી આપેલ અને બાદ એસ્ટ્રોન સોસાયટી સામે રહેવા આવેલ પરંતુ મારા પતિ એક પણ દિવસ મારા ઘરે આવતા નથી કે મારા સાથે રહેતા નથી અને આજથી એક વર્ષ પહેલા મારા પતીએ છુટાછેડાના કાગળો મોકલ્યા હતા તથા મારા સસરાએ મને ઘર ખાલી કરવાની નોટીસ મોકલેલ જેથી આ બાબતે મે મારા માતા તથા ભાઈને વાત કરતા તેઓએ મને શાંતીથી થોડો સમય જવા દેવાનુ કહ્યુ અને મારા પતિ કોઈ દિવસ મારા ઘરે આવતા ન હોય કે ઘરખર્ચ પેટે ઘરે કાંઈ આપતા નહોતા
જેથી તા.21/07 ના સવારના આઠેક વાગ્યાના સમયે કોટેચા ચોક ખાતે આવેલ મારા સસરાની દુકાન ધારેશ્વર ડેરી એ ગયેલ ત્યારે મારા પતિ તેના મોબાઈલમાં કોઈ સ્ત્રી સાથે હસી હસીને વાતો કરતો હોય જેથી આ બાબતે મે તેને ઠપકો આપતા મારા સસરા તથા મારા પતિએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનએ મારા વિરુધ્ધ ખોટા આક્ષેપો કરી અરજી કરી હતી.જેથી મને આમ્ર પાલી પોલીસ ચોકીએથી ફોન આવતા હુ આમ્રપાલી પોલીસ ચોકી જઇ હકીકત જણાવી હતી.ત્યારબાદ માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.