રાજકોટ:500 અને 100ના દરની 23.44 લાખની જાલીનોટ સાથે ત્રણની ધરપકડ - At This Time

રાજકોટ:500 અને 100ના દરની 23.44 લાખની જાલીનોટ સાથે ત્રણની ધરપકડ


2000ની નોટબંધીનાં માહોલ વચ્ચે રાજકોટ ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને એલસીબી ઝોન-2ની ટીમે મોટી કાર્યવાહી કરી છે. રૂ. 500 અને 100ના દરની 23.44 લાખની જાલીનોટ સાથે રાજકોટના ત્રણ શખ્સની ધરપકડ કરી છે.
આ અંગેની વિગત મુજબ, પોલીસ કમિશ્નર, જોઇન્ટ પોલીસ કમિશ્નર, તથા નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ)એ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી તેમજ શરીર સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા તથા ગેરકાયદેસ પ્રવૃતીઓ ઉપર અંકુશ રાખવા માટે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જેથી ઉપરોકત સુચના અન્વયે રાજકોટ શહેર પોલીસ સતત પ્રયત્નશીલ હોય જે દરમ્યાન આજરોજ ડી.સી.બી પો.સ્ટે. તથા ઝોન-૨ એલ.સી.બી. પીએસઆઈ, તેમની ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઝોન-ર એલ.સી.બી. ના હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ જેન્તીગીરી રેવતીગીરી ગોસ્વામીને બાતમી મળેલી કે, સાધુ વાસવાણી રોડ, પાટીદાર ચોક, પામ સીટી ચોક, નીરા ડેરી ખાતેથી તેમજ મોરબી રોડ, અમૃત પાર્ક મેઈન રોડ, બ્લોક નં. ૧, હોટલ રેડ રોઝ પાછળ, વિશાલભાઇ ગઢીયાના મકાનમાં નકલી ચલણી નોટો છે. ત્યાં દરોડો પાડતા ભારતીય ચલણની બનાવટી ચલણી નોટ જેમાં રૂ.૫૦૦ના દરની બનાવટી ૪૬૨૨ નોટ, તથા રૂ.૧૦૦ના દરની બનાવટી ૩૩૫ નોટ મળી ૨૩,૪૪,૫૦૦ની નકલી નોટ કબ્જે કરાઈ હતી.
રાજકોટ પોલીસે નિકુંજ અમરશી ભાલોડીયા (ઉ.વ.35, રહે. મોરબી રોડ, અમૃત પાર્ક મેઈન રોડ, વિશાલ ગઢીયાના મકાનમાં) અને વિશાલ બાબુ ગઢીયા (ઉ.વ.45, સાધુ વાસવાણી રોડ, પાટીદાર ચોક 'નિરા' મકાનમાં) તેમજ વિશાલ વસંત બુધ્ધદેવ (ઉ.વ. 39, સાધુ વાસવાણી રોડ, પાટીદાર ચોક, પામ સીટી બ્લોક નં.ઇ 904)ની ધરપકડ કરી છે.
પોલીસે ચલણી નકલી નોટો ઉપરાંત સ્કેનર કમ પ્રિન્ટર, કોમ્પ્યુટર સિસ્ટમ, 3 મોબાઈલ ફોન કબ્જે લીધા છે. પૂછપરછમાં ખુલ્યું છે કે, આરોપી વિશાલ ગઢીયા તથા વિશાલ બુધ્ધદેવ બન્ને વિશાલ ગઢીયાની દુકાનમાંથી રૂ.૫૦૦ ના દરની બનાવટી ૨૦૦ નોટો સાથે ઝડપાયા હતા. જે નોટો આરોપી વિશાલ ગઢીયાએ આરોપી નિકુંજ ભાલોડીયા પાસેથી લીધેલ હોવાનુ જણાવતા, બંન્ને આરોપીઓને સાથે રાખી નિકુંજ ભાલોડીયાના મકાન ખાતે તપાસ કરતા આરોપી નિકુંજ સ્કેનર મારફતે સ્કેન કરી ત્યાર બાદ જે.પી.જી. ફાઇલને ફોટો શોપમાં એડીટીંગ કરી કલર પ્રીન્ટર મારફત પ્રિન્ટ આપી બનાવટી ચલણી નોટો બનાવતો હોવાનું ખુલ્યું હતું. આ નિકુંજ પાસેથી રૂ.૫૦૦ ના દરની ૪૬૨૨ નોટ તથા રૂ. ૧૦૦ ના દરની ૩૩૫ નોટ મળી આવી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.