ગીર સોમનાથના વેરાવળમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા યોજના હેઠળ ૯૫ લાખ રૂ.ની સહાય વિતરણ - At This Time

ગીર સોમનાથના વેરાવળમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા યોજના હેઠળ ૯૫ લાખ રૂ.ની સહાય વિતરણ


ગીર સોમનાથના વેરાવળમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા યોજના હેઠળ ૯૫ લાખ રૂ.ની સહાય વિતરણ
----------
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા વેરાવળ તાલુકા પંચાયતના માધ્યમથી સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ તેમજ કેશ ક્રેડિટની સહાય
----------
ગીર સોમનાથ, તા.૦૯: ગીર સોમનાથ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા વેરાવળ તાલુકા પંચાયત દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા યોજના હેઠળ વિવિધ યોજના માટે કુલ રૂ.૯૫ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું. તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જયાબહેન નરેન્દ્રભાઈ ઝાલાના અધ્યક્ષસ્થાને સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ ક્ષેત્રે સેવા આપતી 100 જેટલી બહેનોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં બાળકોને શિક્ષણ, આરોગ્ય અને આર્થિક ક્ષેત્રે ઉપયોગી થાય એન.આર.એલ.એમ યોજના હેઠળ ૧૧ સ્વસહાય જૂથોને રૂ. ૩,૩૦,૦૦૦ રિવોલ્વિંગ ફંડ, ૧૮૦૦ સહાય જૂથોને ૨૭ લાખ રૂ. સીઆઈએફનું વિતરણ તેમજ ૨૭ સ્વસહાય જૂથને ૪૦ લાખની કેશ ક્રેડિટનું વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી એ.એ.રાજપુરા, તાલુકા લાઈવલીહૂડ મેનેજર દિપેન આર ડાભી તેમજ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના મેનેજર શ્રી પ્રકાશભાઈ જે બરવાડિયા ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમની વ્યવસ્થા ગ્રામ વિકાસ વિભાગની એનઆરએલએમ ટીમે સંભાળી હતી.
00 000 00 000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.