ધારાસભ્ય અને સાંસદ સભ્ય ગામડા નાં રસ્તા પ્રશ્ને ધ્યાન આપે. દામનગર થી ગારીયાધાર તરફ જતો સ્ટેટ નો માર્ગ મગર ની પીઠ જેવો વાહન ચાલકો રસ્તા ની કાચી સાઈડ માં વાહન ચલાવી રહ્યા છે - At This Time

ધારાસભ્ય અને સાંસદ સભ્ય ગામડા નાં રસ્તા પ્રશ્ને ધ્યાન આપે. દામનગર થી ગારીયાધાર તરફ જતો સ્ટેટ નો માર્ગ મગર ની પીઠ જેવો વાહન ચાલકો રસ્તા ની કાચી સાઈડ માં વાહન ચલાવી રહ્યા છે


દામનગર થી ગારીયાધાર તરફ જતો સ્ટેટ નો મગર ની પીઠ જેવો વાહન ચાલકો રોડ ઉપર ચાલવા ને બદલે રોડ ની કાચી સાઈડ માં વાહન ચલાવવા મજબુર સ્ટેટ ના દામનગર થી ગારીયાધાર તરફ જતા માર્ગ ઉપર ચાલવા કરતા રોડ ની કાચી સાઈડ માં વાહન ચલાવવું વધુ સલામત અતિ બિસમાર બનેલ દામનગર થી ગારીયાધાર તરફ જતા રસ્તા ની આવી હાલત હોવા છતાં તંત્ર કેમ કોઈ દરકાર લેતું નથી આ માર્ગ નો ગેરેન્ટી પિરિયડ પૂરો થઈ ગયો હશે ? કોન્ટ્રાકટર એજન્સી ની ડિપોઝીટ અપાઈ ગઈ હશે સમય મર્યાદા પહેલા રોડ આટલો બધો ખરાબ થયો છતાં તંત્ર રિપેરીગ કેમ નથી કરતું દૈનિક અસંખ્ય મુસાફરો અપડાઉન કરતા રાહદારી ઓને આવી હાલાકી માંથી મુક્તિ મળશે ? દામનગર થી ગારીયાધાર તરફ જતા સ્ટેટ ના માર્ગ ની આવી બિસ્માર હાલત હોવા થી અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો ભારે પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે ધારાસભ્ય અને સાંસદ સભ્યો અનેક વાર આ રસ્તે સામાજિક મેળવાળા માં અવર જવર પણ કરી ચુક્યા છે પણ આ રસ્તા અંગે સબંધ કરતા તંત્ર ને ધ્યાને મુકાય છે કે તેમનું ધ્યાને લેવાતું નથી રામ જાણે પણ અતિ બિસ્માર બનેલ દામનગર ગારીયાધાર સ્ટેટ ના માર્ગ ની મરામત કરવી અત્યંત જરૂરી છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.