B.Comનું એકાઉન્ટનું પેપર 14 પાનાનું, 500 વિદ્યાર્થીના પ્રશ્નપત્રની પ્રિન્ટ કાઢતા 8 કલાક થાય
માત્ર એક-બે પાનાના જ પ્રશ્નપત્ર ઓનલાઈન મોકલાશે
ઈ-મેલથી મોકલેલા પ્રશ્નપત્ર પાસવર્ડથી જ ખૂલશે, પેપરનો પાસવર્ડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોલેજના પ્રિન્સિપાલને SMS કરશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી જુદા જુદા 20 જેટલા કોર્સના 42,099 વિદ્યાર્થીની પરીક્ષાનો આજથી પ્રારંભ થવાનો છે ત્યારે આ વખતની પરીક્ષામાં પણ QPDS સિસ્ટમ સંપૂર્ણ પણે લાગુ નહીં થઇ શકે કારણ કે બી.કોમ સહિતની કેટલીક ફેકલ્ટીના પ્રશ્નપત્ર 13થી 14 પાનાના હોવાથી માત્ર એક કલાક પહેલા એક કેન્દ્રામાં 400થી 500 વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રની પ્રિન્ટ નીકળી શકે તેમ નહીં હોવાથી આવી ફેકલ્ટીના અંદાજિત 26 હજારથી વધુ વિદ્યાર્થીઓના પેપર ઓફલાઈન મોકલાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.