ગીતા જયંતિ પર આયોજિત અખિલ ભારતીય સંસ્કૃત પ્રતિયોગિતામાં ગુજરાતને ગૌરવ અપાવતા પ્રો. ડૉ.સુરેશ બારૈયા - At This Time

ગીતા જયંતિ પર આયોજિત અખિલ ભારતીય સંસ્કૃત પ્રતિયોગિતામાં ગુજરાતને ગૌરવ અપાવતા પ્રો. ડૉ.સુરેશ બારૈયા


ગીતા જયંતિ પર આયોજિત અખિલ ભારતીય સંસ્કૃત પ્રતિયોગિતામાં ગુજરાતને ગૌરવ અપાવતા પ્રો. ડૉ.સુરેશ બારૈયા

પ્રાપ્ત સમાચાર અનુસાર,તેલંગાણાના સંસ્કૃત શિક્ષક અને સંસ્કૃત પ્રેમી પ્રેમ પ્રસાદ ભંડારીએ સંસ્કૃતને પ્રોત્સાહન આપવા માટે સોશિયલ મીડિયા પર શ્રીમદ ભગવદ ગીતા જયંતિના અવસર પર એક વિશેષ સંસ્કૃત ક્વિઝ પ્રતિયોગિતાનું આયોજન કર્યું હતું.આ સ્પર્ધામાં દેશ-વિદેશના વિવિધ રાજ્યોમાંથી  200 જેટલા લોકોએ ભાગ લીધો હતો.જેમાં હરિયાણાના નીરજ માણિકટહલાએ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે ગુજરાતથી સરકારી વિનયન કોલેજ વલ્લભીપુરના પ્રા.ડો.સુરેશ બરૈયાએ બીજા ક્રમ અને ઉત્તર પ્રદેશના સુકૃતિ દીક્ષિતે ત્રીજુ સ્થાન મેળવ્યું હતું.સોશિયલ મીડિયાના ક્ષેત્રમાં સંસ્કૃત ભાષાના વિકાસ માટે આ એક નવી પહેલ છે.જગદીશ ડાભી છેલ્લા દશ વર્ષથી સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરીને ઑનલાઇન સંસ્કૃત શિક્ષણ દ્વારા દેવભાષા સંસ્કૃતના વિકાસ અને પ્રચારમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.આ સ્પર્ધામાંહરિયાણાના પ્રાયોજક પ્રેમપ્રસાદ ભંડારી પ્રથમ,દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ઈનામોથી સન્માનિત કરશે,આ સાથે ત્રણેય વિજેતાઓને અમિત ઓલી,સંસ્કૃત રસવાદ સંસ્થા (ઉત્તરાખંડ)દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.  

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.