મુળી તાલુકાનાં ગામોમાં સાર્વત્રિક કમોસમી વરસાદ માવઠું વરસ્યું - At This Time

મુળી તાલુકાનાં ગામોમાં સાર્વત્રિક કમોસમી વરસાદ માવઠું વરસ્યું


*મુળી તાલુકાનાં ગામોમાં સાર્વત્રિક કમોસમી વરસાદ માવઠું થતાં ઉભા પાકમાં નુકસાન*

આજે મુળી તાલુકાનાં ગામોમાં બપોરબાદ કમોસમી વરસાદ માવઠું વરસ્યું હતું જેમાં મુળી સહિત સરલા સરા લીયા કુંતલ પુર ગઢડા રાયસંગપર વેલાળા દુધઈ સહિત સમગ્ર તાલુકામાં આજે માવઠું ખાબકતાં ખેડૂતો ને ઉભા પાકમાં પાણી ફરી વળ્યા હતા અને ખેડૂતો ચિંતિત બન્યા છે સવાર થી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બપોરબાદ વિજળી નાં કડાકાભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો જેમાં ખેડૂતો ને મોટાપ્રમાણમાં ઘ‌ઉ અને વરીયાળી જેવાં પાકમાં પાણી ફરી વળતાં નુકશાન થયું છે અને ધીમીધારે હાલ પણ વરસાદ ચાલુ છે

*રામકુભાઈ કરપડા મુળી*
9825547085


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image