"ફેસ ઓફ ફ્યુચર ઇન્ડિયા"ના ૮ માં વાર્ષિક ઉત્સવમાં રાષ્ટ્રીય પ્રેરણા દૂર પુરસ્કાર ૨૦૨૪ થી ગુજરાતની માનસી પાનસુરીયાનું સન્માન કરવામાં આવ્યું. - At This Time

“ફેસ ઓફ ફ્યુચર ઇન્ડિયા”ના ૮ માં વાર્ષિક ઉત્સવમાં રાષ્ટ્રીય પ્રેરણા દૂર પુરસ્કાર ૨૦૨૪ થી ગુજરાતની માનસી પાનસુરીયાનું સન્માન કરવામાં આવ્યું.


"ફેસ ઓફ ફ્યુચર ઇન્ડિયા"ના ૮ માં વાર્ષિક ઉત્સવમાં રાષ્ટ્રીય પ્રેરણા દૂર પુરસ્કાર ૨૦૨૪ થી ગુજરાતની માનસી પાનસુરીયાનું સન્માન કરવામાં આવ્યું.

*બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,*
*બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ*
તા.૧૪/૦૨/૨૦૨૪

બિહાર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય પ્રેરણાદ પુરસ્કાર ૩જી ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ યુવાઓની સામાજિક ટીમ "ફેસ ઓફ ફ્યુચર ઇન્ડિયા" દ્વારા રાષ્ટ્ર યુવા વિનિમય કાર્યક્રમ (થીમ = રાષ્ટ્રીય નિર્માણની યુવાઓ કી ભૂમિકા) નું આયોજન બિહારના છપરા ખાતે આવેલા મોલાના મઝરૂમ હક એકતા ભવનમાં કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાત રાજ્યની સુરત જિલ્લા ખાતે રહેતી માનસી ધર્મેન્દ્રભાઈ પાનસુરીયા(ઉ.વ.૨૧) સાથે ભારતના અન્ય ૧૭ રાજ્યોના આવેલા ૩૦ જેટલા યુવાનો અનેક ઉત્કષ સામાજિક કાર્યના આધારે તથા આપણા સપનાના ભારતના નિર્માણમાં મહત્વ પૂર્ણ ભૂમિકા નિભાવવા માટે રાષ્ટ્રીય પ્રેરણા દૂત એવોર્ડ ૨૦૨૪ થી સન્માનિત કર્યું હતું.

જેમાં માનસી પાનસુરીયાએ કિન્નર સમાજની આગળ લાવવા, એઇડ્સ - HIV ઉપર કાર્ય, માનસિક રીતે બીમાર બાળકો સાથે વાર્તાલાપ અને સહાય તથા પર્યાવરણ રક્ષણ તેમજ સ્ત્રી સશક્તિકરણ અને અન્ય અનેક સમાજકાર્ય દ્વારા આ એવોર્ડની પ્રાપ્તિ કરી પોતાના પરિવાર તેમજ ગુજરાતનું ગૌરવ વધારેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.