નામદાર ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર મહુવા તાલુકાના બિલડી ગામે જાહેર રસ્તા પર થયેલ દબાણો દુર કરવામાં આવ્યા - At This Time

નામદાર ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર મહુવા તાલુકાના બિલડી ગામે જાહેર રસ્તા પર થયેલ દબાણો દુર કરવામાં આવ્યા


ગેરકાયદેસર દબાણ દૂર કરવા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી

નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ભાવનગર જીલ્લા કલેકટરશ્રી દ્વારા ચાર (૪) અઠવાડિયામાં થયેલ દબાણ દુર કરવા બાબતે બાંહેધરી આપવામાં આવી હતી

મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના બિલડી ગામે સરકારી પડતર જમીનમાં જાહેર રસ્તા પર થયેલા દબાણો દુર કરવા માટે અરજદાર દ્વારા છેલ્લા ઘણા સમયથી બિલડી ગ્રામ પંચાયત,તાલુકા વિકાસ અધિકારી મહુવા, મામલતદારશ્રી મહુવા, જીલ્લા વિકાસ અધિકારી ભાવનગર, જીલ્લા કલેકટરશ્રી ભાવનગર તેમજ મહેસુલ વિભાગની અલગ અલગ કચેરીઓમાં છેલ્લા ઘણા સમયથી અરજદાર સાદુળભાઈ બાંભણીયા દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જાહેર રસ્તા પર થયેલા દબાણો દૂર બાબતે વારંવાર અરજદાર દ્વારા તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં અરજદાર સાદુળભાઈ બાંભણીયા દ્વારા સામાજિક કાર્યકર રમેશ ‌જીંજુવાડીયા મોટા ખુંટવડાવાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને જાહેર રસ્તા પર થયેલ દબાણ દુર કરવા બાબતે હકિકત રમેશ ‌જીંજુવાડીયા ને અરજદાર સાદુળભાઈ બાંભણીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું જેને લઇને રમેશ ‌જીંજુવાડીયા દ્વારા તેમના પરમ મિત્ર અને નામદાર ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ શ્રી પ્રશાંત ચાવડા મારફતે ગુજરાત હાઇકોર્ટમાં રિટ દાખલ કરવવામાં આવી હતી જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ શ્રી પ્રશાંત ચાવડા દ્વારા સમગ્ર કેસના પુરાવા મુકવામાં આવેલ હતા જેથી નામદાર ગુજરાત હાઇકોર્ટે પણ પુરાવા ગ્રાહ્ય રાખી ભાવનગર જીલ્લા કલેકટર ને સરકારી પડતર જમીનમાં જાહેર રસ્તા પર થયેલા દબાણો દુર કરવા બાબતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો તે આદેશ અનુસાર આજે ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના બિલડી ગામે સરકારી પડતર જમીનમાં જાહેર રસ્તા પર થયેલા દબાણો દુર કરવામાં આવ્યા હતાં જેમાં મહુવા મામલતદારશ્રી,મહુવા તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતનાઓની હાજરીમાં બુલડોઝર દ્વારા દિવાલો તોડી પાડવામાં આવી હતી અને જાહેર રસ્તા પર થયેલ દબાણો દુર કરવામાં આવ્યા હતાં.

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા
Mo.7567026877


9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.