લીલીયા મોટા સિવિલ હોસ્પિટલ ખાતે સગર્ભા માતાઓની તપાસ કરાઈ
લીલીયા મોટા સિવિલ હોસ્પિટલ ખાતે તારીખ 8/7/2024 ને સોમવારના રોજ મમતા દિવસ નિમિત્તે સગર્ભા માતાઓની ડો. ક્રિષ્નાબેન ધામત (ગાયનેકોલોજિસ્ટ નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ હોસ્પિટલ અમરેલી) તથા ડો. હિરેન ચત્રોલા (ઈ.ચા અધિક્ષક) સા.આ.કે લીલીયા દ્વારા હાથ ધરાઈ આ નિમિત્તે બાળકોનું રસીકરણ પણ કરાયેલ છે. જેમાં પરેશભાઈ ગોસાઈ, રોહિતભાઈ માધડ, સીમાબેન ડાભી, અમિતભાઈ ટાંક નો પણ ફાળો રહેલ છે.
ડો. હિરેન ચત્રોલા એ નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ હોસ્પિટલ ને આગ્રહ પણ કરેલ છે કે મહિનાના ૧ અને ૩ સોમવારે ગાયનેકોલોજિસ્ટ દ્વારા સા.આ.કે લીલીયામાં સગર્ભા માતાઓની તપાસ હાથ ધરાઈ તો લીલીયા ની જનતા માટે ફાયદાકારક રહે તો તે અંગે વિચારવા ડો. રામ ભુવા, નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ હોસ્પિટલ, અમરેલી અને આગ્રહ કરેલ છે તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.