બોટાદ જિલ્લા પોલીસ ટીમ દ્વારા બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારના સાળંગપુર ધામ ખાતે ૩૩ મુ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી તેમજ ચાઈનીઝ દોરા તુક્કલનો ઉપયોગ ટાળવા તથા ગેરકાયદેસર વ્યાજખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આગળ આવવા અનુરોધ કરતી બોટાદ પોલીસ ટીમ
પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બળોલીયા સાહેબનાઓ દ્વારા આજરોજ 33 માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી હેઠળ ટ્રાફિક અંગે જનજાગૃતિ સારુ પ્રદર્શન સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે રાખવામાં આવેલ હતું આ કાર્યક્રમ દરમિયાન ખાસ એન.જી.ઓ સંસ્થા ચલાવતા ડો અજયસિંહ જાડેજાનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોમાં જાગૃત આવે તે માટે અલગ અલગ બેનરો બનાવડાવવામા આવ્યા હતા અને લોકોને ટ્રાફિકના નિયમો પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક બોટાદનાઓ દ્વારા ખાસ અપીલ લોકોને કરવામાં આવેલ હતી કે હાલમાં નજીકના દિવસોમાં ઉતરાયણનો તહેવાર આવે છે અને લોકો આ તહેવાર પતંગો ચગાવી ઉજવણી કરતા હોય છે અને ઘણા પતંગ રસીયો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે તો તેનો ઉપયોગ ન કરવા અને સાથોસાથ હાલમાં ગેરકાયદેસર રીતે ઘણા લોકો વ્યાજખોરોનો વ્યવસાય કરતા હોય છે જે સમાજમાં ગરીબ અને નાના માણસો માટે ધીમા ઝેર સમાન છે સમાજમાં નાના અને લાચાર માણસો આ વ્યાજખોરીનો શિકાર બનતા હોય છે તો આવા લોકો સામે ફરિયાદ કરવા જણાવવામાં આવેલ હતું અને આ કાર્યક્રમમાં ખાસ હનુમાનજી મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામી તથા અન્ય સંતો તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર બોટાદ તથા જિલ્લા ટ્રાફિક પો.સબ. ઇન્સ પટેલ તથા બરવાળા ઇ/ચા પો.સબ. ઇન્સ ભરવાડ તથા બરવાળા પોલીસ ટીમ આ કામગીરીમાં સામેલ થયા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.