ભચાઉ ખાતે થી ગુમ થનાર મહીલાની હત્યાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી પુર્વ કચ્છ જીલ્લા પોલીસ
ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તા.૦૩/૧૧/૨૦૨૩ ના રોજ સવારના આશરે દશેક વાગ્યે ધરમશીભાઈ લખમશીભાઇ સત૨ા રહે માંડવીવાસ ભચાઉ નાઓ ભચાઉ પોલીસ સ્ટેશન આવી વહેલી સવારના તેઓના સબંધી જેઠીબેન વા/ઓફ આણંજીભાઇ ગાલા (જૈન) નાઓ ગુમ થયા અંગે "જાહેરાત આપેલી જે અંગે પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.ખાંભલા નાઓએ ભચાઉ પોલીસ ટીમ સાથે બનાવવાળી જગ્યાની વિઝીટ કરતાં પ્રાથમીક માંડવીવાસમાં એક રહીશના ઘરે સી.સી.ટી.વી કેમેરા હોઇ જે કેમેરા "જોતાં ગુમ થનારના ધરેથી વહેલી સવારના એક અજાણ્યો ઈસમ મોઢા પર રૂમાલ બાંધીને વાદળી કલરની મોટી સુટકેસ બેગ (ટ્રોલી બેગ લઇને નીકળતો સી.સી.ટી.વી માં જોવામાં આવતાં બનાવ ગંભીર પ્રકારનો જણાતાં ગુમ થનાર જેઠીબેનના પરિવાર મુંબઈ રહેતો હોઇ તેઓને ભચાઉ આવવા અંગે જાણ કરવામાં આવેલ અને આ અંગે પોલીરા અધિકારી સાગર બાગમાર સાહેબ તથા નાયબ પોલીસ અધિકારી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ નાઓને બનાવ અંગેની જાણ કરતાં બન્ને અધિકારીથી દ્વારા તાત્કાલીક બનાવવાળી જગ્યાની વીઝીટ કરવામાં આવેલ અને પોલીસ અધિક્ષક સાગર બાગમારે સાહેબ શ્રી નાઓની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ નાઓના સુપરવીઝનમાં તાત્કાલીક એલ.સી.બી.એ.સો.” ટીંમ,આડેસર પોલીસ સ્ટેશન,સામખીયાલી પોલીસ સ્ટેશન અને ભચાઉ પોલીસ સ્ટેશનના આ તમામ અધિકારીઓને પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ કુલ ૧૦ (દશ) ટીમો બનાવવામાં આવેલ અને આ ટીમોને ભચાઉ શહેર તથા નજીકમાં આવતા ટોલનાકા તથા હાઇવે પરની હોટલો તથા પેટ્રોલપંપો તથા ખાનગી તમામ પ્રકારના સી.સી.ટી.વી કેમેરા ચેક કરવા તેમજ ટેકનીકલ સર્વેલન્સનો ઉપયોગ કરવા તથા ખાનગી હ્યુમન સોર્સથી હકીકત મેળવવા તથા વાહન ચેકીંગ કરવા તથા અવાવરૂ જગ્યાઓમાં તપાસ કરવા વિગેરે મુજબની સુચનાઓ આપવામાં આવેલી જે આધારે ૧૭૦ થી વધુ સી.સી.ટી.વી કેમેરા ચેક કરવામાં આવેલ અને ૨000 કલાકથી પણ વધારે અલગ અલગ સી.સી.ટી.વી કેોરાનું બેક અપ લઈ એનાલીસીસ કરવામાં આવેલ તથા ટેકનીકલ સોર્સનો પણ ઉપયોગ કરવામાં આવેલ તેમજ હ્યુમન સોર્સેનો ઉપયોગ તથા ઉપરોક્ત સુચનાઓ મુજબ કામગીરી ચાલુમાં હતી
દરમ્યાન પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.ખાંખલા નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે કસ્ટમ ચાર રસ્તાથી લાયન્સ નગર તરફ જતાં ઢાળ ઉતારતાં આવેલ વિશાલ કોમ્પલેક્ષ માં આવેલ દુકાન નંબર
૧૯ વાળીના બંધ શટર નીચે લોહી નીકળતું જણાય છે.જેથી તાત્કાલીક તેઓ ભચાઉ પોલીસ ટીમ સાથે સ્થળ
પર પહોંચી જઈ જોતાં સદર દુકાન નંબર ૧૯ શટર બંદ હોઈ અને તાળુ મારેલ હોઈ અને આ દુકાનના માલીક બાબતે તપાસ કરાવી દુકાનના માલીક સાથે ટેલીફોનીક વાતચીત કરી તાળાની ચાવી અંગે પુછપરછ કરતાં સદર દુડાનની ચાવી તેઓના દિકરા પાસે છે અને હાલે તેનો કોન્ટેક થતો ના હોઇ અને પોતે બહાર હોઈ તેઓના ભાઈને મોકલી દુકાન નુ તાળુ તોડી પોલીસ કાર્યવાહી કરવા જણાવેલ જેથી સદર દુડાનનું તાળુ તોડી શટર ખોલી જોતાં અંદર ઓફીસ તરીકેનો ઉપયોગ કરતા હોઇ વચ્ચેના ભાગે કાચનું પાટેશન કરેલ હોઇ પાછળના ભાગે વાદળી કલરની સુટકેશ બેગ (ટ્રોલી બેગ) પડેલ હોઈ અને તેમાંથી લોહી નીકળતું જણાતુ હોઈ જેથી આ અંગે તાત્કાલીક ગુમ થનાર જેઠીબેન ના પરિવા૨ને સ્થળ પર બોલાવવામાં આવેલ અને જે સુટકેશ બેગ (ટ્રોલી બેગ) ખોલતાં તેઓની માતા જેઠીબેનની લાશ હોવાની ઓળખી બતાવેલ અને આ અંગે ઉપરી અધિકારીશ્રીને જાણ કરતાં પોલીસ અધિક્ષકશ્રી સાગ૨ બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ સ્થળ પર આવી ગયેલ અને તાત્કાલીક ફરીયાદ લેવા અંગે સુચના કરી આરોપી પકડી પાડવા ઉપરોક્ત જણાવેલ જીલ્લાની જુદી જુદી ટીમોને સુચના કરવામાં આવેલ
સુચના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને શોધી કાઢી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને સદર બનાવ સબંધે પુછપરછ કરતાં આરોપીએ જણાવેલ કે તેઓને પોતાના કુંટીબીક છોકરી સાથે પ્રેમ સબંધ હોઇ અને સામાજીક રીતે લગ્ન તેની સાથે થઈ શકે તેમ ન હોઈ અમો બન્ને ઘરેથી ભાગી જઇએ તો શોધીને પાછા લાવે તેમ હોઇ જેથી મેં તે છોકરી સાથે મળી પ્લાન બનાવેલ કે પ્રથમ ડેડબોડીના હાડકા શોધી સળગાવી નાખી છોકરી મરણ ગયેલ છે તેવું તેના ઘરે જાહેર થાય તેવો પ્લાન કરી સામખ્યાળી કબ્રસ્તાનમાં હાડકા કાઢવા સારૂ પ્રયત્ન કરેલ પરંતુ સફળ થયેલ નહીં ત્યારબાદ બીજો પ્લાન બનાવેલ કે છોકરીની સરખી હાઈટની કોઈ સ્ત્રી એકલી રહેતી હોય તેને મારી નાખી તેની લાશને છોકરીના કપડા તથા તેની વસ્તુઓ પહેરાવી સળગાવી નાખી છોકરી મરણ ગયેલ છે તેવું જાહેર કરી અમો બન્ને ભાગી જવાનો પ્લાન બનાવી આ સ્ત્રીની શોધખોળ કરતાં માંડવી ચોક ભચાઉ ખાતે મકાન ભાડે જોઇએ છે તેવું તપાસ કરતાં એક સ્ત્રી ધ્યાને આવેલ અને તેઓ એકલા રહેતા હોઈ તેઓની હાઇટ બોડી છોકરી જેવી લાગતી હોઇ જેથી તેમને મારી નાખી તેની લાશ પ્લાન મુજબ કામ કરવા નક્કી કરેલું અને ત્યારબાદ તા.03/૧૧/૨૦૨૩ ની રાત્રીના માંડવી ચોક ભચાઉ ખાતે તે સ્ત્રીના ઘરે વાદળી કલરની સુટકેશ લઇ ગયેલ અને આ સ્ત્રીને મારી નાખેલ અને તેની લાશને વાદળી કલરની સુટકેશ (ટ્રોલી બેગ) માં ભરી અમારી ઓફીસ વિશાલ કોમ્પ્લેક્ષમાં મુકીને શટર બંદ કરી જતો રહેલ પ્લાન મુજબ કરવાનું હતું પરંતુ ભચાઉ ખાતે ઘણી બધી પોલીસ શોધખોળ કરતી જણાયેલી જેથી દુકાનમાંથી હું ડેડબોડી કાઢી શકેલ નહીં વિગેરે મતલબ જણાવેલ. આ અંગે તાત્કાલીક ગણતરીના કલાકોમાં પુર્વ કચ્છ ગાંધીધામ જીલ્લા પોલીસ દ્વારા ગુમ થનાર મહીલાની હત્યાનો ભેદ ઉકેલી મહીલાની લાશ શોધી આરોપી તથા હત્યા કરવાનો હેતુ શોધી કાઢતી પુર્વ કરછ જીલ્લા પોલીસ
આ બનાવ અંગે ફરીયાદી ધરમશીભાઇ આણંદજીભાઈ થાવરભાઈ ગાલા ની ફરીયાદ લઇ ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૧૯૯૩૦૦૪૨૩૦૭૬૮/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૦૨ ૪૫૭ મુજબનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) રાજુ ગણેશાભાઇ છાંગા (આહીર) ઉ.વ ૨૧ રહે આહીરવારા વોંધડાતા ભચાઉ કચ્છ (૨) રાધીકાબેન ડો/ઓફ વેરશીભાઈ છાંગા (આહીર) ઉ.વ ૨૨ ૨હે આહીરવાસ વોંધડા તા ભચાઉ કરછ
સદર કામગીરી નીચે મુજબના અધિઅકારીશ્રી/કર્મચારીની ટીમો દ્વારા કરવામાં આવેલ છે.
(૧) સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભચાઉ વિભાગ ભચાઉ
(૨) એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી/એસ.ઓ.જી પુર્વ કચ્છ ગાંધીધામ
(૩) એસ.જી.ખાંભલા પોલીસ ઇન્સ્પેક્ટર,ડી,જે.ઝાલા તથા કે.બી.તરાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ
સ્ટાફ ભચાઉ પોલીસ સ્ટેશન
(૪)બી.જી.રાવલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આડેસર પોલીસ સ્ટેશન
(૫) વી.આર.પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામખ્યાલી પોલીસ સ્ટેશન
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.