તારીખ ૯ થી ૧૫ જુલાઈ ૨૦૨૪ દરમિયાન અમુક દિવસ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા - At This Time

તારીખ ૯ થી ૧૫ જુલાઈ ૨૦૨૪ દરમિયાન અમુક દિવસ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા


ચોમાસુ ધરી નોર્મલ જેસલમેર, ચિત્તોરગઢ, મંડળ, રાયપુર, ક્લીગપટનમ અને ત્યાંથી માધ્ય બંગાળ ની ખાડી તરફ 3.1 કિમિ ઉંચાઈ સુધી છે.

ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી પ્રસ્થાપિત છે.

એક યુએસી મધ્ય પશ્ચિમ બંગાળ ની ખાડી અને નોર્થ આંધ્ર પ્રદેશ કિનારા નજીક છે જે 3.1 કિમિ થી 7.6 કિમિ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

એક શિયર ઝોન 18°N પર 4.5 કિમિ થી 7.6 કિમિ ઉંચાય સુધી છે અને વધતા ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

એક યુએસી માધ્ય ગુજરાત પર 4.5 કિમિ ઉંચાઈએ છે.

આગાહી સમય માં અમુક પરિબળો નિષ્ક્રિય થાય અને બીજા પરિબળો ઉપસ્થિત થાય.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 9 થી 15 જુલાઈ 2024
સમગ્ર ગુજરાત રાજ્ય માં સાવત્રિક વરસાદ ની શક્યતા ઓછી છે. આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. વરસાદ ની માત્રા અને વિસ્તાર અલગ અલગ દિવસે વધ ઘટ જોવા મળશે જેમાં ગુજરાત રિજિયન માં વધુ રહેશે કે જ્યાં એક બે દિવસ વધુ ભારે વરસાદ ની શક્યતા. તારીખ 11-13 જુલાઈ દરમિયાન પવન નું જોર વધુ રહેશે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.