દહેગામ ના ચેખલાપગી રાજાજીના મુવાડા ગામમાં ખેતરમાં બાંધેલી ભેંસને ચોરી કરી અજાણ્યા ઈસમો નાસી છૂટ્યા - At This Time

દહેગામ ના ચેખલાપગી રાજાજીના મુવાડા ગામમાં ખેતરમાં બાંધેલી ભેંસને ચોરી કરી અજાણ્યા ઈસમો નાસી છૂટ્યા


દહેગામ તાલુકા ના ચેખલાપગી ગામમાં પશુચોરીના બનાવો આસમાન પર છે છતાં પોલીસ તંત્ર માત્ર નજારો જોવામાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પશુચોરો આ ગામને વારંવાર નિશાન બનાવી રહ્યા છે જેને કારણે પશુપાલકો પણ આ પશુચોરોથી ડરી રહ્યા છે જેથી રાત્રે પણ ખેડૂતો પોતાના પશુઓને સાચવવા ઉંગી શકતા નથી જ્યારે પોલીસ તંત્ર મૂકપ્રેક્ષક બની આ જોઈ રહી છે જેમાં આજનો પશુચોરીનો બનાવ ચેખલાપગીમાં સામે આવી રહ્યો છે જેમાં ગામના પેટાપરા રાજાજીના મુવાડા ગામમાં ભેંસ ચોરતી ગેંગ સક્રિય થઇ છે જેમાં આજે રાત્રે એક ભેંસ ચોરીનો બનાવ સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ ના ચેખલાપગી થી મહાકાળી કંથારપુરા રોડ પર આવેલ ખેતરમાં બોર પર રાજાજીના મુવાડા રહેતા દશરથજી ફતાજી રાઠોડ કંથારપુરા રોડની બાજુમાં તબેલામા ભેંસો બાંધે છે જે આજે રાત્રે ત્રણેક વાગ્યાંની આસપાસ કોઈક અજાણ્યા ઈસમો કોઈક ગાડી લઇ આવી અને એક ભેંસને ખીલેથી છોડી ગાડીમાં નાખી બીજી ભેંસને પકડવા આવતા બોર પર ઉંઘેલા સભ્યો એકાએક જાગી બૂમો પાડતા આ અજાણ્યા ઈસમો બીજી ભેંસને લીધા વગર જ ગાડી લઇ ફરાર થઇ ગયા હતા જે બાદ ગામમાં ફોન કરતા સમગ્ર પરિવાર દોડી આવ્યો હતો પરંતુ આ અજાણ્યા ઈસમોનો કોઈ પત્તો લાગ્યો નહતો જેથી રાજાજીના મુવાડા ગામના દશરથજી ફતાજી રાઠોડે પોતાના ખેતરમાં બોર પર બાંધેલી ગાભણ ભેંસની કુલ કિંમત 60,000 ની આસપાસ કોઈક અજાણ્યા ઈસમો ચોરી જતા તેમના પર આભ તૂટી પડ્યું છે જેથી આ અજાણ્યા પશુચોરો વિરુદ્ધ દહેગામ પોલીસ સ્ટેશને અરજી પણ આપવામાં આવી છે. . . રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.