બોટાદમાં માલધારી સમાજ દ્વારા એક દિવસ દૂધ વિતરણ બંધ રાખવા હાકલ કરી
ગુજરાત સરકાર દ્વારા ગાય માતા વિરુદ્ધ કાળા કાયદા અને ઠેર ઠેર ગૌચર જમીન પર દબાણ કરાવવામાં આવ્યું છે તેના વિરોધમાં વડવાળા દુધરેજ જગ્યા મહંત કનીરામ બાપુ દ્વારા એક દિવસ દૂધ ડેરી કે સૂટક દૂધ વિતરણ નહીં કરવા હાકલ કરી તેના અનુસંધાને બોટાદના ઢાંકણીયા રોડ પર આવેલ આઈટીઆઈ કોલેજ પાસેના મેદાનમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સુત્રોચાર કર્યા હતા બોટાદના દૂધના વેપાર સાથે સંકળાયેલા માલધારી સમાજ, ભરવાડ, રબારી, ગઢવી, આહિર, કાઠી દરબાર, સમાજ અને દૂધના વેપારી દ્વારા આવતીકાલે એક દિવસ દૂધ ડેરી નહીં ભરવા તેમજ છૂટક દૂધ વિતરણ નહીં કરવા હાકલ કરવામાં આવી હતી તેમજ બોટાદ જિલ્લા રાણપુર તાલુકામાં ગૌચર જમીન ખાલી કરવામાં આવી છે તો બોટાદ પંથકમાં કેમ ગૌચર ખાલી કરવામાં ન આવે આ ગૌચર ખાલી કરવામાં આવે અને કાળો કાયદો પાછો ખેંચવામાં આવે તેવી હાકલ કરવામાં આવી હતી નકકર આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.