વિસાવદર તાલુકા મા નવા આધાર સેન્ટર ખોલવા આપ તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરીયા જિલ્લા કલેક્ટર શ્રી ને રજૂઆત - At This Time

વિસાવદર તાલુકા મા નવા આધાર સેન્ટર ખોલવા આપ તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરીયા જિલ્લા કલેક્ટર શ્રી ને રજૂઆત


વિસાવદર તાલુકા મા નવા આધાર સેન્ટર ખોલવા આપ તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરીયા જિલ્લા કલેક્ટર શ્રી ને રજૂઆત તાલુકા મા નવા આઘાર સેન્ટર ખોલવા આમ આદમી તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરીયા એ મામલતદાર સાહેબ મારફતે કલેક્ટર સાહેબ શ્રી ને રજૂઆત કરેલ છે કે વિસાવદર તાલુકાની અંદર હાલમાં બાળકોની શિષ્યવૃત્તિની પ્રક્રિયા ની કામગીરી ચાલુ છે તે કામગીરી માં બેંકમાં ખાતુ ખોલાવવા માટે આધારકાર્ડમાં મોબાઈલ નંબર લીંક ફરજિયાત છે તો વિસાવદર તાલુકા ના ઘણા બધા વ્યક્તિઓ ના આધાર કાર્ડ માં મોબાઈલ નંબર લીંક ન હોય તેથી વ્યક્તિઓને આધારકાર્ડમાં મોબાઈલ નંબર ફરજિયાત લિંક કરાવવો પડતો હોય જેથી હાલ વિસાવદર તાલુકામાં ફક્ત મામલતદાર કચેરી અને બી.એસ.એન.એલ.એક્સચેન્જ ઓફિસ પર આધારકાર્ડ મા મોબાઈલ નંબર તેમજ આધાર અપડેટ કરવાની કામગીરી ચાલુ હોય છે જે અનુસંધાને વિસાવદર તાલુકાના ઘણા બધા વ્યક્તિઓને હાલમાં આધારકાર્ડમાં મોબાઈલ નંબર તેમજ આધાર અપડેટ કરવા માટે વ્યક્તિઓને લાઈનો મા ઉભુ રહેવું પડે છે તો આપ તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરીયા દ્વારા મામલતદાર સાહેબ મારફતે કલેકટર સાહેબ શ્રી ને રજૂઆત કરેલ છે કે વિસાવદર તાલુકામાં બીજા આધાર સેન્ટર ખોલવામાં આવે જેથી કરીને લોકોને સમયનો બચાવ થાય અને પોતાનો કીમતી સમય અમૂલ્ય ની બચત થાય તેમની કામગીરી પૂર્ણ થાય એવી રજૂઆત કરેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.