બોટાદના કૃષ્ણસાગર તળાવમાં સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત નામે મીંડું
બોટાદના કૃષ્ણસાગર તળાવમાં સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત નામે મીંડું
બોટાદ શહેરમાં કૃષ્ણસાગર તળાવ પાસે આવેલ ગાર્ડનમાં બનાવેલ બગીચાની હાલત કફોડી દેખાઈ રહી છે. ગુજરાત સરકારના કરોડો રૂપિયાનું પાણી થતું હોય તેવું લાગી રહ્યું છે. આ ગાર્ડનમાં સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત નામે મીંડું છે જે તમે તસવીર માં જોઈ શકો છો. જે તે સમયે કરોડો રૂપિયાનો બનેલ આ ગાર્ડન અને તળાવ બધા રૂપિયાનું આંધાણ થયું હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે આમ તો બોટાદ શહેરમાં ફરવા જેવું સ્થળ એક પણ નથી અને આ બગીચો બનાવ્યો હતો જેની હાલત પણ કફોડી જોવામાં આવતા નગરજનોમાં નારાજગી વ્યાપી છે. આ કામની મરામત થશે કે નહીં એ જોવાનું રહ્યું !
રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.