વિરપુર ખાતે નવીન બસ સ્ટેન્ડ ૨.૧૩ કરોડના ખર્ચે અત્યાધુનિક નવું બસ સ્ટેન્ડ બનશે... - At This Time

વિરપુર ખાતે નવીન બસ સ્ટેન્ડ ૨.૧૩ કરોડના ખર્ચે અત્યાધુનિક નવું બસ સ્ટેન્ડ બનશે…


ગૃહ મંત્રી હર્ષ સંધવી શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે...

વિરપુર તાલુકાના ૬૨ જેટલા ગામોના મુસાફરોની સુવિધા વધારવા માટે વિરપુર ખાતે અત્યાધુનિક નવું બસ સ્ટેન્ડનુ ખાતમુહૂર્ત ગુરુવારના રોજ ગૃહ મંત્રી અને શિક્ષણ મંત્રી હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે ત્યારે વિરપુર બસ સ્ટેન્ડ વર્ષ ૨૦૦૫ માં ખેડા જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ મુકેશભાઇ શંકરલાલ શુક્લ દ્રારા બનાવવામાં આવ્યું હતું જે બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં થતાં એસટી વિભાગ દ્વારા નવીન બસ સ્ટેન્ડ માટે ૨.૧૩ કરોડના ખર્ચે નવીન બસ સ્ટેન્ડનુ ખાતે મુહર્ત તારીખ ૭ માર્ચના રોજ ગૃહ મંત્રી હર્ષ સંધવી શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરની હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમજ આ કાર્યક્રમમાં પંચમહાલ મત વિસ્તારના સાંસદ રતનસીંહ રાઠોડ, જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ,૧૨૧ બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.