સરા ગામે કોઝવે નું કામ ભ્રષ્ટાચાર યુક્ત - At This Time

સરા ગામે કોઝવે નું કામ ભ્રષ્ટાચાર યુક્ત


*મુળી ના સરા ગામે આઠ મહિના પહેલા બંધાયેલા કોઝવે વરસાદ પહેલાં તુટી જવા પામ્યો*

*એ.ટી.વી.ટી ની ગ્રાન્ટ માં જોવા મળ્યો ભ્રષ્ટાચાર*

મુળી તાલુકાનાં સરા ગામે ગામ પંચાયત દ્વારા આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી તેમાં રૂપિયા બે લાખ નાં ખર્ચે તળાવ નાં માર્ગે શિતળા માતાજીના મંદિર પાસે કોઝવે નું કામ કરવામાં આવેલ હતું આ કામ ને ફક્ત આઠ મહિના જેટલો સમય થયો છે ત્યારે હજું વરસાદ પણ નથી થયેલ ત્યાં જ કોઝવે તુટી જવા પામ્યો છે આ કામ વરસાદ માં લોકો ને ઉપયોગી થાય તે માટે કરવામાં આવેલ હતું આ બાબતે જાગૃત નાગરિક દ્વારા વિડિયો વાયરલ કરી સમગ્ર ભ્રષ્ટાચાર યુક્ત કામગીરી નો પર્દાફાશ કરવામાં આવેલ આ કોઝવે ઉપરથી ૨૫ મકાન નાં રહીશો ને કોઈ તકલીફ વરસાદ માં ન પડે તે માટે બનાવેલ પરંતુ વરસાદ પહેલાં જ કોઝવે માં મોટી તિરાડો પડી ફાટી જવા પામ્યો છે આ બાબતે ગ્રામ પંચાયત માં પણ રજૂઆત કરવામાં આવી હતી નબળી ગુણવત્તા નો સિમેન્ટ વાપરવામાં આવી છે તેમ સરા નાં રાજુભાઈ સોલંકી એ જણાવ્યું હતું સાથે બાબુભાઈ મકવાણા,મહેશ પરમાર, દલાભાઈ સોલંકી, વિજયભાઈ, રમેશભાઇ એ જણાવ્યું હતું કે આ ભ્રષ્ટાચાર યુક્ત કામગીરી કરી સરકારી નાણાં નો ગેર‌ઉપયોગ નજરે નિહાળી શકાય છે પરંતુ કોઈ તંત્ર દ્વારા પગલાં ભરવા માં આવેલ નથી

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.