ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત - At This Time

ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત


હવામાન વિભાગની આગાહી સાચી પડી છે. ગીર સોમનાથમાં બુધવારે વરસાદે તોફાની બેટિંગ કર્યા બાદ આજે પણ સવારથી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ બંધાયા વરસાદ શરુ થઈ ગયો છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના કલેક્ટર દ્વારા આપવામાં આવી છે. સુત્રાપાડા, વેરાવળ અને કોડીનારમાં ભારે વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. તો ભારે વરસાદને પગલે સરસ્વતી નદીમાં નવા નીર આવતા સુપ્રસિદ્ધ પ્રાંચી તીર્થનું સુવિખ્યાત માધવરાયજી મંદિર જળમગ્ન થયું છે.
ભારે વરસાદને પગલે સરસ્વતી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થવાથી પ્રખ્યાત માધવરાયજી મંદિર અડધૂં પાણીમાં ડૂબી ગયું છે. મંદિરની આસપાસના વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે.
ભારે વરસાદના લીધે સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ અને NDRFની ટીમો કામે લાગી ગઈ છે. આગામી સમયમાં પણ ભારે વરસાદ થવાની સંભાવનાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે. અહીંના ઘણાં ગામો વરસાદના કારણે બેટમાં ફેરવાયા હોવાના રિપોર્ટ્સ પણ મળી રહ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.