રાજકોટ : પુત્રના આપઘાતના આઘાતમાં માતાએ મોત મીઠું કર્યુ
રાજકોટમાં એક કરુણ ઘટના સામે આવી છે.માતાએ પુત્રના મોતના સમાચાર સંભાળતા તેને પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલ દોડી છે પ્રાથમિક પુસ્તકમાં જાણવા મળ્યું હતું કે આજથી સાત દિવસ પહેલા યુવકે આર્થિક પીસ માં આવી ગળેફાંસો ખાય લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેનું આજ રોજ સવારે મોત નીપજ્યું હતું. આ બનાવના સમાચાર તેની માતાને જણાતા તેના આઘાતમાં તેને પણ નવાગામ ખાતે ગળાફાંસો ખાય આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.
બનાવની વિગતો મુજબ નવાગામ આવાસ યોજના ક્વાર્ટર માં રહેતા મુમતાઝબેન ઈકબાલભાઈ સીડા (ઊ. વ.42) એ આજે બપોરના સમયે પોતાના ઘરે છતના હુકમ દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.બનાવની જાણ પરિવારને થતા તેને તત્કાલીક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેનું સારવાર પહેલા જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ પોલીસ સ્ટાફને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે આજથી સાત દિવસ પહેલા મુમતાજ બેનના નાના પુત્ર સિરાજભાઈ ઈકબાલભાઈ સિડા (ઊ. વ.22) એ ચુનારાવાડમાં આવેલ શિવાજી નગરમાં ગળાફાંસો ખાય આપઘાત કરતાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.
પરંતુ તેનું આજ વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જે અંગેના સમાચાર તેની માતા સુધી પહોંચતા તેને પુત્રના આઘાતમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું.વધુ વૃતાશમાં જાણવા મળ્યું હતું કે મૃતક મુમતાજ બેન ને બે સંતાનો હતા જેમાં સિરાજ નાનો હતો અને તેનાથી મોટો એક પુત્ર છે. જે રીક્ષા ચલાવાનું કામકાજ કરે છે જ્યારે તેના પતિ ડ્રાઇવિંગનું કામકાજ કરે છે.પોલીસે દ્વારા મૃતક સિરાજ ના આપઘાતના કેસમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે આજથી ત્રણ મહિના પહેલા ફરીદા નામની એક યુવતી સાથે લિવિં ઈન રિલેશનશિપમાં ચુનાવાડ ચોકમાં આવેલ શિવાજી નગરમાં રહેતો હતો.
જે દિવસે સીરાજે ગળાફાંસો ખાધો તે દિવસે તેને ફરીદા ને ફોન કરી રૂ.20 હજાર ઉધાર માગ્યા હતા અને કહ્યું હતું કે હું તને થોડા દિવસમાં પરત આપી દઈશ. પરંતુ ફરીદા પાસે 20 હજાર ન હોવાથી એને પૈસાની ના પાડી હતી જેથી પૈસાની વ્યવસ્થા ન થતા આર્થિક ભીંસ આવી જતા તેને ચુનારાવાડ ખાતે આવેલ ફ્લેટમાં છતના હુકમાં ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો.હાલ પોલીસે માતા પુત્રના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે માતા પુત્રના એક સાથેના મૃત્યુના સમાચારથી પરિવારમાં માતમ છવાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.