સાધુ વાસવાણી રોડ પર જુની અદાવતનો ખાર રાખી છાત્રને માર માર્યા બાદ ત્રણ શખ્સોએ ચોકીદારને છરી ઝીંકી - At This Time

સાધુ વાસવાણી રોડ પર જુની અદાવતનો ખાર રાખી છાત્રને માર માર્યા બાદ ત્રણ શખ્સોએ ચોકીદારને છરી ઝીંકી


સાધુવાસવાણી રોડ પર જુની અદાવતનો ખાર રાખી એજાઝ સંધી સહિતના ત્રણ શખ્સોએ પ્રથમ વિદ્યાર્થીને માર માર્યા બાદ ચોકીદાર પર છરીથી હુમલો કરતા યુનિ. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે સાધુ વાસવાણી રોડ પર આવેલ ગુરુજીનગર શાકમાર્કેટ પાસે આરએમસી કવાર્ટરમાં રહેતો મોહિત અશોકભાઈ છનીયારા (ઉ.17) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે એજાઝ દાઉદ સંધી રહે. ભગવતીપરા, કીશન ઉર્ફે ગાંડો રહે. ઈન્ડીયન પાર્કના કવાર્ટર અને બઠીયો રહે. નટરાજ કવાર્ટરનું નામ આપી જણાવ્યું હતું કે તે અભ્યાસ કરે છે અને આરોપીઓને છેલ્લા ત્રણ વર્ષથી ઓળખે છે.
ગઈકાલે રાત્રીના સાડા નવેક વાગ્યાની આસપાસ કવાર્ટરની બહાર તેના મિત્ર વિરાજની રાહ જોઈ બગીચામાં બેઠો હતો ત્યારે કિશન ઉર્ફે ગાંડો તથા બઠીયો ધસી આવેલ અને કહેલ કે કેમ સામે જુએ છે તને શું હવા છે કહી કીશન અને બઠીયો ઢીકાપાટુનો માર મારવા લાગે ત્યારે અન્ય મિત્ર વચ્ચે પડતા ત્યારે એજાઝ ધસી આવેલ અને એજાઝ પણ ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતો.
ફરિયાદીને એકાદ વર્ષ પહેલા એજાઝ સાથે માથાકુટ થયેલ હતી જેનો ખાર રાખી કિશન અને બઠીયાને મે જ મોકલ્યા છે તેમ એજાઝ કહેવા લાગેલ. જે બાદ તેઓ ત્યાંથી નીકળી ગયેલ અને બાદ તેમને તેમના મિત્ર વિરાજને ફોન કરી બોલાવેલ અને વાત કરેલ તે દરમ્યાન તેના મોટાભાઈ અજયે તેના મમ્મીને વાત કરેલ હતી.
થોડીવાર પછી જાણવા મળેલ કે તેમની સાથે માથાકુટ થયા બાદ દસેક વાગ્યે ગોલ્ડન સુપર માર્કેટ પાસે આવેલ અલોક એપાર્ટમેન્ટ ચોકીદારની ઓરડીમાં રહેતા આર્યન રાજપૂતને પણ અગાઉ થયેલ ફરિયાદનો ખાર રાખી એજાઝે છરીના ઘા ઝીંકયા હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિ. પોલીસે કલમ 324, 323, 294(ખ) હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.