જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાંડી.એલ.સી.સીની બેઠક યોજાઇ :વિવિધ બેંકોનામેનેજર પ્રતિનિધિઓએ લાભાર્થીઓને ધિરાણ અને પ્રગતિની વિગતો પ્રસ્તુત કરી - At This Time

જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાંડી.એલ.સી.સીની બેઠક યોજાઇ :વિવિધ બેંકોનામેનેજર પ્રતિનિધિઓએ લાભાર્થીઓને ધિરાણ અને પ્રગતિની વિગતો પ્રસ્તુત કરી


*જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ડી.એલ.સી.સીની બેઠક યોજાઇ :વિવિધ બેંકોના મેનેજર પ્રતિનિધિઓએ લાભાર્થીઓને ધિરાણ અને પ્રગતિની વિગતો પ્રસ્તુત કરી*
*************************
બરોડા રૂરલ સેલ્ફ એમ્પલોયમેન્ટ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ ઓફ બરોડા આર્સેટી સાબરકાંઠા એડવાઇઝરી કમિટી દ્વારા કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજના અંગે સમીક્ષા કરાઇ
*****************
સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ગઈ કાલે તારીખ- ૬/૯/૨૦૨૨ના રોજ કલેકટર કચેરી સભાખંડમાં જિલ્લા કક્ષાની ડી.એલ.સી.સી સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામકશ્રી પાટીદાર, બેંક ઓફ બરોડાના આર.એમ શ્રી સુરેન્દ્રસિંહ કે.રાઠોડ, બેંક ઓફ બરોડાના એલ.ડી.એમ શ્રી રાજેન્દ્ર સંડેરા તથા આર.બી.આઇ ,નાબાર્ડ બેંકના સિનિયર અધિકારીઓ તથા સંબંધિત અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં અગાઉના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને એજન્ડા વંચાણે લેવામાં આવ્યો હતો અને જિલ્લામાં ચાલુ વર્ષે પ્રાયોરિટી ક્ષેત્રમાં રૂપિયા ૨૬૪૧ કરોડ રૂપિયાનું ધિરાણ કરવામાં આવ્યું હતું અને સરકારની સ્વસહાય જુથોને લોન, બાજપેઇ બેંકેબલ લોન,દંત્તોપંત ઠેગડી લોન, વુમન ઇકોનોમિક ડેવલોપમેન્ટ, પછાત વર્ગ નિગમની કામગીરીની સમીક્ષા બેઠકમાં કરવામાં આવી હતી. સાથે સાથે ખેતીવાડી, પાક ધિરાણ કામગીરીને બિરદાવવામાં આવી હતી.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં ૮૧ ટકા અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં ૭૩ ટકાની સિદ્ધિ હાંસલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત જિલ્લા કલેકટરશ્રીએ સરકારના વિવિધ વિભાગો જે બેંક મારફતે ધિરાણ તેમજ લાભાર્થીઓને સહાય આપે છે તે વિભાગ સાથે સંકલનમાં રહી નિર્ધારિત ટાર્ગેટ સિદ્ધ કરવા હાકલ કરી હતી અને એકબીજાના સંપર્કમાં રહીને વધુમાં વધુ લોકોને યોજનાનો લાભ મળે તાલીમ મળે તે જોવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. બેંક દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટ અંગે બેઠકમાં ચર્ચા કરાઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.