અરવલ્લી જિલ્લામાં વિશ્વાસથી વિકાસ યાત્રા પ્રાંત કક્ષા કાર્યક્રમનો બાયડ અને ભિલોડા ખાતેથી શુભારંભ. - At This Time

અરવલ્લી જિલ્લામાં વિશ્વાસથી વિકાસ યાત્રા પ્રાંત કક્ષા કાર્યક્રમનો બાયડ અને ભિલોડા ખાતેથી શુભારંભ.


બાયડ,ધનસુરા અને માલપુરમા કુલ ૪૭ લોકાર્પણના કામો ૨.૭૬ કરોડના અને ખાતમૂહર્ત ના કામો ૧૯૪ કુલ ૧૯.૨૧ કરોડના જાહેર કરવામા આવ્યા,જ્યારે ભિલોડા ,મેઘરજ,મોડાસાના કુલ ૨૫૮ ખાતમુહૂર્ત, અંદાજીત રકમ ૭.૫૩ કરોડ અને ૯૪ લોકાર્પણ ૫.૫૬ કરોડના જાહેર કરવામા આવ્યા.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા અને ભિલોડા ખાતેથી વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમનો શુભારંભ થયો.આજથી બે દિવસ તારીખ 12 અને 13 સપ્ટેમ્બર 2022 દરમિયાન રાજયભરમા યોજાઈ રહેલા' વિશ્વાસ થી વિકાસ'યાત્રાના કાર્યક્રમો અંતર્ગત વિવિધ વિકાસકાર્યોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.વિવિધ યોજનાકિય કામગીરીની જાણકારી થકી પ્રજાજનોની સામાજિક અને આર્થિક પ્રગતિને ઉજાગર કરવાના હેતુ સાથે આયોજિત આ 'વિશ્વાસ થી વિકાસ'યાત્રા દરમિયાન વિકાસ કાર્યોનુ લોકોર્પણ અને ખાતમુહૂર્ત જેવા લોકભિમુખ કાર્યક્રમો હાથ ધરાશે.
બાયડ,ધનસુરા અને માલપુરમા કુલ ૪૭ લોકાર્પણના કામો ૨.૭૬ કરોડના અને ખાતમૂહર્ત ના કામો ૧૯૪ કુલ ૧૯.૨૧ કરોડના જાહેર કરવામા આવ્યા,જ્યારે ભિલોડા ,મેઘરજ,મોડાસાના કુલ ૨૫૮ ખાતમુહૂર્ત, અંદાજીત રકમ ૭.૫૩ કરોડ અને ૯૪ લોકાર્પણ ૫.૫૬ કરોડના જાહેર કરવામા આવ્યા.
આ કાર્યક્રમમાં કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું ;વિવિધ યોજનાઓ લાભાર્થીઓ સુધી સમયમર્યાદામાં પોહચે અને પૂર્ણ થાય તે હેતુથી સરકારની વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક ગામ માંથી સૂચવવામાં આવેલા કામો પૂર્ણ થાય અને તે દરેક યોજનાની સાચી માહિતી લોકો સુધી પોંહચાડવા સરકારની મુહિમ છે.તેમાં તમામની ભાગીદારી હોય અને તે સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવશે. આવનારા સમયમાં સરકારની યોજનાઓનો સીધો લાભ જનતા સુધી પોહચાડવા જિલ્લા વહીવટી તંત્ર હંમેશા તૈયાર છે.
આ કાર્યક્રમમાં માન. રાજ્યકક્ષાના ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર અન્ન નાગરિક પુરવઠો, ગ્રાહક સુરક્ષાની બાબતોના મંત્રીશ્રીએ જણાવ્યું કે ;
દેશના લોક લાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સ્વપ્ન જોયેલું તેને ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર ખુબજ મેહનતથી આગળ ધપાવી રહી છે.આજે દેશની સાથે ગુજરાત રાજ્ય આત્મનિર્ભર બન્યું છે,આરોગ્ય ક્ષેત્રે,કૃષિમાં, દરેક સુવિધાઓમાં રાજ્યમાં સમતોલ વિકાસ થયો છે.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં પારદર્શિતા અને મકમ નિર્ધાર સાથે વિકાસ થઇ રહ્યો છે. રાજ્ય સરકાર આજે લોકોની વચ્ચે જઈને પ્રશ્નો હલ કરે છે.લાઈટ,108, શાળા, પંચાયત, આરોગ્ય, પાણી, આવા અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં સરકાર સફળ થઇ છે.સરકારનો સેવા સેતુ કાર્યક્રમ સફળ કાર્યક્રમ છે.આયુષ્માન કાર્ડથી આરોગ્યમાં સુખાકારી આવી. પ્રજાની સુખકારી માટે વડાપ્રધાનશ્રી હંમેશા ચિંતિત છે. કોરોના કાળમાં સરકાર જનતાના ઘર સુધી પોહચી. વિધવા સહાય, મા કાર્ડ, અનેક યોજનાઓ લોકો સુધી પોહચાડી,સરકારની ગ્રાન્ટનો ઉપયોગ કરીને ગામડા સુવિધાઓસભર બન્યા છે.પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ઘરના ઘરના સપનાઓ પૂર્ણ કરવા માટે સરકાર તત્પર છે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમોમાં પ્રજાકલ્યાણકારી યોજનાઓનું ખાત મુહર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.સૌના સાથથી વિકાસની યાત્રામાં આપણે સૌ સાથ આપીશું.
આ કાર્યક્રમમાં માહિતી વિભાગ તરફથી સરકારની યોજનાઓનું મહત્વ આપતી ફિલ્મ બતાવવામાં આવી.આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી (ઇન્ચાર્જ), નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. ડી. પરમાર, પ્રમુખશ્રી રાજુભાઈ પટેલ,પ્રાંત અધિકારીશ્રી બાયડ ભાર્ગવ પટેલ, પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, બાયડ તાલુકાના સદસ્યશ્રી અને સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.