ACBની સફળ ટ્રેપ: પાટણના દુધારામપૂરા ગામના મહિલા તલાટી કમ મંત્રી 18 હજારની લાંચ લેતા ઝડપાયા, સાડા ત્રણ લાખનું બિલ પાસ કરવા લાંચ માગી હતી - At This Time

ACBની સફળ ટ્રેપ: પાટણના દુધારામપૂરા ગામના મહિલા તલાટી કમ મંત્રી 18 હજારની લાંચ લેતા ઝડપાયા, સાડા ત્રણ લાખનું બિલ પાસ કરવા લાંચ માગી હતી


એ.સી.બી સફળ ટ્રેપ કેસ

ફરીયાદી:-
એક જાગૃત નાગરીક.

આરોપી:-
પુષ્પાબેન ગોવિંદભાઈ પ્રજાપતિ. વર્ગ-૩
હોદો- તલાટી કમ મંત્રી ,
ગામ - દુધારામપૂરા ,
ખારીવાવડી , બાદીપુર

ગુનો બન્યાના તારીખ-
12/09/2022

ગુનાનુ સ્થળ:-
દુધારામપૂરા ગ્રામપંચાયત કચેરી,
ગામ- દુધારામપૂરા,
તા.જી પાટણ

લાંચની માંગણીની રકમ:-
રૂ. ૧૮,૦૦૦/-

લાંચમાં સ્વીકારેલ રકમ:- રૂ.૧૮,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ:- રૂ.૧૮,૦૦૦/-

ટૂંક હકીકત: -
આ કામે ફરીયાદીએ ગામની સ્કૂલ માં વરંડાનું કામ કરેલ હતું, જેનું બીલ રૂ.૩,૫૦,૦૦૦/- હતું. આ બિલની વહીવટી પ્રક્રિયા ની સરળતા માટે કામના આરોપીએ ફરિયાદી પાસે થી રૂ. ૧૮,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ; જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય તેમણે એ.સી.બી. પાટણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ કરેલ. જે આધારે લાંચના છટકાનું આયોજન કરતા આજરોજ ઉપરોક્ત આરોપીએ લાંચની રકમ રૂપિયા ૧૮,૦૦૦/- સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબત.

નોંધ :- આરોપીને ડિટેઇન કરવામાં આવેલ છે.

ટ્રેપિંગ અધિકારીઃ-
શ્રી જે. પી. સોલંકી
પોલીસ ઇન્સ્પેક્ટર,
એ.સી.બી. પો.સ્ટે.પાટણ

સુપર વિઝન અધિકારીઃ-
શ્રી કે.એચ.ગોહિલ.
મદદનિશ નિયામક,
એ.સી.બી. બોર્ડર એકમ ભૂજ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon